- ડીસાના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રોડ બાબતે મહિલાઓનો હંગામો
- ડીસા શહેરમાં નગર પાલિકાના વિકાસના કામો
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ અનેક વિસ્તારોમાં વિરોધ
- ડીસાના ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચી લોકોની મુલાકાત કરી
ડીસાના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રોડ બાબતે મહિલાઓનો હંગામો
બનાસકાંઠા: ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું, ત્યારથી ડીસા શહેરમાં પાણી રસ્તાઓ તેમજ લાઈટો લગાવી શહેરનો વિકાસ કરવામાં આવ્યો છે. ડીસા શહેરમાં ભાજપ શાસન હોવાના કારણે શહેરનો વિકાસ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ ભાજપ શાસનમાં જ ભાજપના સભ્યોનો વિરોધ હોવાના કારણે ડીસા શહેરનો વિકાસ અટકી જવા પામ્યો છે. જેના કારણે આજે પણ ડીસા શહેરના અનેક વિસ્તારોમાં નગરપાલિકાના અધુરા કામો પડ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ ડીસા શહેરનો વિકાસ પણ અટકી ગયો છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે ડીસા શહેરના વિકાસમાં હાલ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ અનેક વિસ્તારોમાં વિરોધ
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડીસા પાલનપુર અને ભાભર ખાતે જાહેર થઇ છે. ગત ટર્મમાં આ ત્રણેય નગરપાલિકામાં ભાજપનું શાસન હતું, પરંતુ આ પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ભાજપમાં જ ભાજપના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવતા તેનો ભોગ આમ જનતાને બનવું પડ્યું હતું. ભાજપમાં આંતરિક વિખવાદના કારણે વિકાસના કામો અટકી ગયા હતા, જેના કારણે સ્થાનિક લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી, જેને લઇ હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ લોકોમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે, તો ક્યાંક લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ડીસામાં પણ આજે એવા અનેક વિસ્તારો છે, જ્યાં ચૂંટણી જાહેર થતાની સાથે જ તેમના વિસ્તારમાં વિકાસના કામોના થતા ચૂંટણીનો બહિષ્કાર કરતાં નજરે પડી રહ્યા છે.
ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રોડ બાબતે મહિલાઓનો હંગામો
ડીસા નગરપાલિકા દ્વારા ડીસાના વોર્ડ નંબર 5માં નગરપાલિકાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવી રહ્યો હતો, પરંતુ આ વિસ્તારમાં રહેતા લોકોમાં રોડ બાબતે વિરોધ થતાં નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાથી આ વિસ્તારમાં રોડનું અધૂરું કામ કરી બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે આ વિસ્તારના લોકો મથુરા રોડના કામના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ વિસ્તારમાં 50થી પણ વધુ પરિવારો રહે છે અને આ વિસ્તારમાં તૂટેલા રોડના કારણે વારંવાર આ વિસ્તારમાંથી વાહનોને પસાર થવામાં લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને આ વિસ્તારમાં ચોમાસાના સમયમાં પાણી સૌથી વધુ ભરાવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકામાં છેલ્લા ચાર મહિનાથી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ વિસ્તારના લોકોની વાત નગરપાલિકા દ્વારા પૂરી ન કરવામાં આવતા આજે આ વિસ્તારની તમામ મહિલાઓ ડીસા નગરપાલિકા પહોંચી હતી અને જો તાત્કાલિક ધોરણે રોડના કામ પૂર્ણ કરવા માટે હંગામો મચાવ્યો હતો અને જ્યાં સુધી તેમના વિસ્તારમાં પાકો રોડ બનાવવામાં ન આવે ત્યાં સુધી નગરપાલિકામાંથી નીકળવા માટે ના પાડી હતી.
ડીસાના ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચી લોકોની મુલાકાત કરી
ડીસાના લક્ષ્મીનારાયણ સોસાયટીની મહિલાઓ આજે પોતાના વિસ્તારમાં બની રહેલ રોડનું કામ કાજ તાત્કાલિક પૂર્ણ કરવા માટે ડીસા નગરપાલિકામાં ભારે હંગામો મચાવ્યો હતો. જે બાદ ડીસાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી તાત્કાલિક ધોરણે મહિલાઓની રજૂઆતના પગલે ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પહોંચ્યા હતા અને જે રૂબરૂ મુલાકાત કરતા ત્યાં જાણવા મળ્યું હતું કે, સ્થાનિક લોકોના અંદરોઅંદરના વિખવાદના કારણે ડીસા નગરપાલિકા દ્વારા આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એક તરફ 50 જેટલા મકાનના અનેક લોકો રોડ બનાવવા માટે રજૂઆત કરી રહ્યા છે, તો બીજી તરફ અન્ય 25 મકાન વાળા રોડના બનાવવા માટે રજૂઆત કરી રહ્યા છે. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવ્યા બાદ આ રોડ બનાવવા માટેની ખાતરી આપી હતી.