બનાસકાંઠા: જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી LRDની પરીક્ષામાં 5000 મહિલાઓ પાસ થઈ હતી. જેમાંથી બે હજાર મહિલાઓને ઓર્ડર મળી ગયા છે. પરંતુ બાકીની ત્રણ હજાર મહિલાઓને ભરતી વિવાદ થતાં તેમની ભરતી પ્રક્રિયા અટકી પડી છે.
બનાસકાંઠામાં LRDની પરીક્ષા પાસ કર્યા બાદ ભરતી વિવાદ થતાં મહિલાઓનું સરકારને અલ્ટીમેટમ - latest news of lrd
બનાસકાંઠામાં LRDની પરીક્ષા પાસ કર્યા બાદ ભરતી વિવાદ થતાં મહિલાઓના ઓર્ડર અટકી ગયા છે. જે મહિલાઓએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તેમની ભરતી થાય તે માટે રજૂઆત કરી હતી.
તો બીજી તરફ, સરકારે પાસ થયેલી મહિલાઓને બોન્ડ પણ સાઈન કરી દીધા હોવા છતાં પણ હજુ સુધી તેમને ઓર્ડર આપવામાં આવ્યો નથી. આ અગાઉ પણ તેઓએ રજૂઆત કરી હોવા છતાં પણ સરકારે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. જેથી રોષે ભરાયેલી મહિલાઓએ પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને 15 જુલાઈ સુધી સરકાર મહિલાઓને ઓર્ડર નહીં આપે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મહિલાઓના આ અભિયાનમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ જોડાયા હતા. જેમને મહિલાઓને સમર્થન આપી સરકારે મહિલાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા અંગે જણાવ્યું હતું.