ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરની મહિલાઓએ પીવાના પાણી અંગે વિરોધ નોંધાવ્યો - Palanpur Municipality

બનાસકાંઠાના પાલનપુરમાં ચાર સોસાયટીઓમાં 15 દિવસોથી પાણીની સમસ્યા હોવાથી મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે. આ ઘટના પાલનપુરના ગણેશપુરા વિસ્તારની છે, જ્યાં ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખતી વખતે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું હતું. આથી 15 દિવસોથી પાણી ન આવતા આસપાસની 4 સોસાયટીના સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. પરિણામે મહિલાઓ ટેન્કરરાજના ભરોસે જીવન પસાર કરવા મજબૂર બની છે, જેને પગલે આજે આ તમામ સોસાયટીની મહિલાઓએ માટલા ફોડી પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પાલનપુરની મહિલાઓએ પીવાના પાણી અંગે વિરોધ નોંધાવ્યો
પાલનપુરની મહિલાઓએ પીવાના પાણી અંગે વિરોધ નોંધાવ્યો

By

Published : Mar 10, 2021, 4:27 PM IST

  • પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારની મહિલાઓ પાણી મુદ્દે રોષે ભરાઈ
  • ભૂગર્ભ ગટરલાઇનના ખોદકામ દરમિયાન પાણીની પાઈપલાઈનમાં થયું હતું ભંગાણ
  • 15 દિવસથી ગણેશપુરાની આસપાસની 4 સોસાયટીઓમાં પાણીનો કકળાટ
  • ટેન્કર દ્વારા પાણી ભરી જીવન ચલાવવા મહિલાઓ મજબૂર
  • મહિલાઓએ માટલાં ફોડી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

પાલનપુરઃ પાલનપુર નગરપાલિકામાં ટૂંક જ સમયમાં નવા માળખાની રચના થશે. જોકે, તે પહેલા પાલનપુરમાં પાણીનો કકળાટ છેલ્લા 15 દિવસથી જોવા મળી રહ્યો છે. સત્તા નવી આવવાની છે, પરંતુ જૂની સમસ્યાઓ જૈસે થેની સ્થિતિમાં જ છે. છેલ્લા 15 દિવસથી 4 સોસાયટીમાં પાણી ન આવતા મહિલાઓ ટેન્કર દ્વારા પાણી ભરી જીવન પસાર કરી રહી છે, પરંતુ હવે હદ થતા મહિલાઓએ માટલા ફોડી પાણીની સમસ્યા નિવારવા માગ કરી છે.

આ પણ વાંચોઃસી યુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારની મહિલાઓ પાણી મુદ્દે રોષે ભરાઈ

નગરપાલિકા હજી પણ પાણીની પાઈપલાઈન જોડી શક્યું નથી

આ અંગે સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો, ગણેશપુરા વિસ્તારમાં 15 દિવસો પહેલાં ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખવા રસ્તાનું ખોદકામ કરાયું હતું, જે દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી જતાં ગણેશપુરાની આસપાસની 4 સોસાયટીઓમાં પાણી આવતું બંધ થઈ ગયું હતું, જેના લીધે સ્થાનિક મહિલાઓને ટેન્કર મંગાવી પાણી ભરવું પડે છે, પરંતુ નગરપાલિકા હજી પણ પાણીની પાઈપલાઈન જોડી શક્યું નથી. જેના લીધે પરેશાન સ્થાનિક મહિલાઓએ આજે માટલાંઓ ફોડી પાલિકા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પણ વાંચોઃ પાટણ જિલ્લાની આશા વર્કર્સે સરકાર સામે બાયો ચડાવી.

આ પણ વાંચોઃજેતપુરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને કરાયું અનોખુ વિરોધ પ્રદર્શન

સમગ્ર શહેરમાં ચાલી રહી છે ભૂગર્ભ ગટરલાઈનનું કામકાજ

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં હજી પણ દરેક જગ્યાએ ખૂલ્લી ગટરો જ જોવા મળે છે, જેના લીધે પ્રતિદિન ગંદકીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે ત્યારે છેલ્લાં ત્રણ મહિનાઓથી શહેરમાં ભૂગર્ભ ગટરલાઈન શરૂ કરવા પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેને લીધે અનેક જગ્યાએ રસ્તાના ખોદકામ દરમિયાન પાણીની પાઈપલાઈન પણ તૂટી જવાની આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે પાલિકા આવી સમસ્યાઓ ઝડપથી ઉકેલે તે સમયની માગ છે.

ABOUT THE AUTHOR

...view details