- બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો
- અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત
- ગેળા હનુમાનજીના દર્શન કરવા માટે જઈ રહી હતી મહિલા
લાખણી પાસે પગપાળા જઇ રહેલી મહિલાનું અજાણ્યા વાહનની ટક્કરે મોત
બનાસકાંઠાના ડીસાના જાણીતા CA ની પત્નીનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત થતા તેમને પોતાની પત્નીની આંખોનું ચક્ષુદાન કરી બીજા વ્યક્તિની જીવનમાં આંખો જીવતી રહે જે માટે ચક્ષુદાન કર્યું હતું. જોકે, આ ચક્ષુદાન માળી સમાજ માટે પ્રથમ દાન છે.
બનાસકાંઠા : જિલ્લામાં અકસ્માતની વણથંભી વણઝાર જાણે અટકવાનું નામ જ ન લેતી હોય તેમ રોજબરોજ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ નાના-મોટા અનેક અકસ્માતો રોજેરોજ બની રહ્યા છે. જેમાં અત્યાર સુધી કેટલાય માસુમ લોકોની આવા અકસ્માતોમાં મહામૂલી જિંદગી હોમાઈ છે. મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અજાણ્યા વાહનની ટક્કરે રોજે રોજ એક ઘટના સામે આવી રહી છે. ત્યારે પોલીસ આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તો જ આવનારા સમયમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે તેમ છે. ખાસ કરીને ડીસા શહેરમાં અકસ્માતોની સંખ્યામાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે. ચાલતા જતા રાહદારીઓની ટક્કરથી મોતની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.