સમાજમાં દરેક સ્ત્રી ને જીવનમાં માત્રુત્વ ધારણ કરી “મા” બનવાનું સપનું હોય છેં. પરંતુ જો આ સપનું પુર્ણ ન થાય તો સમાજમાં તેમને અનેક મેણા ટોણા મારવામાં આવે છે. પાલનપુરમાં એક મહિલાએ બાળકની ચોરી કરવાની ઘટના સામે આવી છે. પાલનપુરમાં બની એક મહિલાએ 9 માસ સુધી ગર્ભવતી બનવાનું કાવતરું રચ્યું હતુ. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દોઢ માસની બાળકીનું અપહરણની ઘટના સામે આવી હતી. જેમાં એક મહિલા બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. બાળકીનું અપહરણ થતાં જ પોલીસ સક્રિય બની હતી. S.Pની સૂચનાથી પોલીસની ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથધરી હતી. પોલીસે શહેરમાં લગાવેલા CCTV ફૂટેજ અને સોશિયલ મીડિયાના માધ્યમના બાળકી સુધી પોહચી હતી. બાળકી હેમખેમ મળી આવતા બાળકીના પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
પાલનપુરમાં મહિલાએ બાળકીનું કર્યું અપહરણ, સોશિયલ મીડિયાથી બાળકીના અપહરણનો થયો પર્દાફાશ - સોશિયલ મીડિયા
પાલનપુર: જિલ્લા સેવા સદન ખાતે બાળકીના અપહરણની ઘટના સામે આવતા જ પોલીસ સક્રિય બની હતી. જેના માટે પોલીસે 6 ટીમો બનાવી બાળકીની શોધખોળ શરુ કરી હતી. જેમાં બાળકીનું અપહરણ કરનાર મહિલાને પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી હતી.

woman Kidnapping
પાલનપુરમાં સોશિયલ મીડિયાથી બાળકીના અપહરણનો થયો પર્દાફાશ
મેમણ નામની મહિલા મૂળ ઈડરની વતની છે. આ મહિલાના લગ્ન પાલનપુર ખાતે થયા હતા. સીમાને બાળક ન હતું. આ મહિલાએ બાળકીનું અપહરણ કરી તેને ફોટો પાડી તેના સ્વજનો ને મોકલ્યા હતા. આ મામલે પોલીસે તપાસ કરતા સમગ્ર અપહરણનો પર્દાફાશ થયો હતો.