- ડીસામાં એક મહિલાએ પ્રસૂતિ દરમ્યાન ત્રણ બાળકોને આપ્યો જન્મ
- મેડિકલ તજજ્ઞોને પણ આશ્ચર્ય પમાડે તેવી ઘટના
- એક પરિવારમાં એક સાથે ત્રણ બાળકોનો જન્મ થતાં ખુશીનો માહોલ
બનાસકાંઠા:ડીસામાં મેડિકલ સાયન્સના જાણકારોને પણ માથુ ખંજવાળતા કરી નાખે તેવો બનાવ બન્યો છે. ડીસામાં એક મહિલાએ એક સાથે ત્રણ સંતાનોને જન્મ આપ્યો છે અને આ ત્રણેય સંતાનો સહિત માતા પણ તંદુરસ્ત છે. આ મહિલાના લગ્ન 11 વર્ષ પહેલા ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયા હતા અને 11 વર્ષથી આ મહિલાને સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું, મહિલાને ગર્ભ રહ્યા બાદ પ્રસૂતિની પીડા ઉપડતાં સારવાર માટે ડીસામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, તે સમયે ડોક્ટર રાહુલ ચૌહાણે આ મહિલાની સમયસર પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેતાં આ મહિલાએ એક સાથે ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો:18 વર્ષના લગ્નજીવન બાદ નિઃસંતાન દંપતીને મળ્યું સંતાન સુખ, સિવીલના તબીબો જીત્યાં શિશુને બચાવવાનો જંગ
ડીસામાં મેડિકલ તજજ્ઞોને પણ આશ્ચર્ય પમાડે તેવી ઘટના આવી સામે
ડીસામાં આજે શુક્રવારના રોજ એક ખાનગી હોસ્પિટલમાં મહિલાને પ્રસૂતિ દરમ્યાન ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો જણાવી રહ્યા છે કે, જ્યારે ટ્વીન્સ બાળકો હોય છે ત્યારે પણ મહિલા સહિત ગર્ભમાં રહેલા સંતાન માટે જોખમ હોય છે. પરંતુ આ કિસ્સામાં મહિલાએ ત્રણ સંતાનોને એકસાથે જન્મ આપ્યો છે અને આ ત્રણેય બાળકો એકદમ તંદુરસ્ત છે, જે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે. આજના આધુનિક યુગમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે ખરેખર લોકોને આશ્ચર્ય પમાડે તેવા હોય છે.
પરિવારમાં ખુશીનો માહોલ