ગુજરાત

gujarat

ETV Bharat / state

Usury in Banaskantha : ડીસામાં વ્યાજખોરનો ત્રાસ, મહિલાને વ્યાજખોરે કહ્યું 'તારી દીકરી મને આપી દે' - ડીસા ઉત્તર પોલીસ મથક

બનાસકાંઠાના ડીસામાંથી વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા શિક્ષકે દીકરીના અભ્યાસ માટે એક વ્યક્તિ પાસેથી અમુક રૂપિયા લીધા હતા. જોકે વ્યાજ સહિત પૈસા ચૂકવ્યા બાદ પણ વ્યાજખોર દ્વારા અવારનવાર વધુ પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે મહિલાએ કંટાળીને આ અંગે વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Usury in Banaskantha
Usury in Banaskantha

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 7:25 PM IST

મહિલાને વ્યાજખોરે કહ્યું 'તારી દીકરી મને આપી દે'

બનાસકાંઠા :ડીસા શહેરમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં શિક્ષિકાએ બાળકોના અભ્યાસ માટે એક વ્યક્તિ પાસેથી 3 ટકા વ્યાજે 6 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે વ્યાજખોરે 10 ટકા લેખે 60 લાખ રૂપિયાની માંગણી કરી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા શહેર ઉત્તર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દીકરીઓના અભ્યાસ માટે પૈસા લીધા :આ અંગે મળતી માહિતી મુજબ પારુલબેન સુથાર ડીસાની બી.કે. ગેલેક્સી સોસાયટીમાં રહે અને કંસારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. શિક્ષિકાને તેમની દીકરીઓના અભ્યાસ માટે પૈસાની જરૂર હોવાથી પશુબજાર પાસે ફાઈનાન્સનો ધંધો કરતા મુકુંદ મહેતા પાસેથી 2017 ની સાલમાં 6 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા હતા. તે સમયે મુકુંદ મહેતાએ આ શિક્ષિકા પાસેથી આઠ સહી કરેલા કોરા ચેક અને પ્રોમિસરી નોટ સિક્યુરીટી પેટે લીધી હતી. તેમજ જ્યારે વ્યાજ સાથે પૈસા પરત આપશે ત્યારે આ તમામ ચેક અને પ્રોમિસરી નોટ પરત આપવાનું જણાવ્યું હતું.

વ્યાજ સહિત પૈસા ચૂકવ્યા : ત્યારબાદ આ શિક્ષિકાએ જેમ જેમ સગવડ થઈ તેમ બેંક દ્વારા મુકુંદભાઈ મહેતાને પૈસા ચૂકવ્યા હતા. 2018 માં આ શખ્સે શિક્ષિકા તેમજ તેના પતિને બ્લેકના પૈસા વાઈટ કરવાના હોવાથી તેમના ખાતામાં 7 લાખ રૂપિયા નખાવ્યા હતા. તે જ દિવસે તે પૈસા પણ આ શિક્ષિકાએ ઉપાડીને તેમને પરત ચૂકવી દીધા હતા. આ સિવાય આ શિક્ષિકાએ અત્યાર સુધી વ્યાજ સાથે 6.35 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં પણ આ શખ્સ શિક્ષિકાના ઘરે જઈ વારંવાર ઉઘરાણી કરતો હતો.

પારુલબેન સુથારની ફરિયાદ આવી છે કે, જેમને 2017માં તેમની દીકરીને અભ્યાસ માટે પૈસાની જરૂર પડતા તેમને મુકુંદ મહેતા નામના વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેમનું કહેવું છે કે તેમને આ પૈસા વ્યાજ સાથે ચૂકવી દીધા છે. પરંતુ આ મુકુંદ મહેતા દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવે છે. માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ આજે નોંધાવી છે. ફરિયાદના આધારે આગળની તપાસ હાલ ચાલુ છે. -- વી.એમ ચૌધરી (PI, ઉત્તર પોલીસ સ્ટેશન)

જાનથી મારી નાખવાની ધમકી : ઉપરાંત વ્યાજખોર મહિલાનું મકાન તેના નામે કરી આપવા અથવા તો તેમની દીકરી તેમને આપી દેવાની ધમકી દેતો હતો. આમ વ્યાજખોર તેની પાસેથી પૈસા વસૂલ કરી લેશે તેવી માંગ કરતો હતો. તેમજ સિક્યુરીટી પેટે આપેલ ચેક અલગ અલગ વ્યક્તિઓના નામે બેંકમાં નાખી બાઉન્સ કરાવી ખોટી ફરિયાદ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આખરે કંટાળેલી શિક્ષિકાએ વ્યાજખોર મુકુંદ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા શહેર ઉત્તર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કોરા ચેક પર સહી કરાવી :આ બાબતે મહિલા શિક્ષક સાથે ETV BHARAT દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, મારી દીકરીઓના અભ્યાસ માટે મારે પૈસાની જરૂર હતી. તેથી મેં પશુબજાર પાસે ફાઇનાન્સનો ધંધો કરતા મુકુંદ મહેતા પાસેથી 2017 ની સાલમાં 6 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા હતા. તે સમયે મુકુંદ મહેતાએ મારી પાસેથી આઠ સહી કરેલા કોરા ચેક અને પ્રોમિસરી નોટ સિક્યુરીટી પેટે લીધી હતી. તેમજ જ્યારે વ્યાજ સાથે પૈસા પરત આપીશ ત્યારે આ તમામ ચેક અને પ્રોમિસરી નોટ પરત આપવાનું કહ્યું હતું.

પોલીસ ફરિયાદ :ત્યારબાદ મારે જેમ જેમ સગવડ થઈ તેમ બેંક દ્વારા મુકુંદભાઈ મહેતાને પૈસા ચૂકવ્યા હતા. 2018માં આ શખ્સે મારી તેમજ મારા પતિ પાસે બ્લેકના પૈસા વાઈટ કરવાના હોવાથી તેમના ખાતામાં 7 લાખ રૂપિયા નખાવ્યા હતા. તે જ દિવસે તે પૈસા પણ ઉપાડીને તેમને પરત ચૂકવી દીધા હતા. આ સિવાય અમે અત્યાર સુધી વ્યાજ સાથે 6.35 લાખ રૂપિયા ચૂકવ્યા છે. તેમ છતાં પણ આ શખ્સ અમારા ઘરે આવી વારંવાર ઉઘરાણી કરતો હતો. ઉપરાંત અમારું મકાન તેના નામે કરી આપો અથવા તો તમારી દીકરી અમને આપી દો એવું કહેતો હતો. તેમજ સિક્યુરીટી પેટે આપેલ ચેક અલગ અલગ વ્યક્તિઓના નામે બેંકમાં નાખી બાઉન્સ કરાવી ખોટી ફરિયાદ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેથી છેલ્લે સહન ન થતાં મેં આજે ડીસા ઉત્તર પોલીસ મથકે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  1. Usury Policeman: સુરતમાં પોલીસ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, વૃદ્ધની જરૂરિયાતનો ફાયદો ઉપાડ્યો
  2. Ahmedabad Usury : 40 ટકા સુધીનું વ્યાજ વસૂલતા વ્યાજખોરો, નિવૃત Dyspના પુત્ર સહિત 3 ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details