ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં ધારાસભ્યને શુભચિંતકોએ ફૂલહારની જગ્યાએ નોટબુક આપી - Deesa assembly seat

ડીસામાં ધારાસભ્યએ સ્વાગત (MLA Pravin Mali in Deesa) માટે નવી શરૂઆત કરી છે. સ્વાગત કરતા માટે આવતા લોકોને ફૂલહારને બદલે નોટબુકોથી સ્વાગત કરવાનું કહેતા નોટબુકનો ખડકલો થઈ ગયો છે. (wishers gave notebooks MLA)

ડીસામાં ધારાસભ્યને શુભચિંતકોએ ફૂલહારની જગ્યાએ નોટબુક આપી
ડીસામાં ધારાસભ્યને શુભચિંતકોએ ફૂલહારની જગ્યાએ નોટબુક આપી

By

Published : Dec 16, 2022, 5:08 PM IST

ડીસામાં ધારાસભ્યની અનોખી પહેલ

બનાસકાંઠા : સામાન્ય રીતે કોઈપણ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાંથી વિજેતા બનતા જ તેમના શુભચિંતકો તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે આવતા હોય છે. તે દરમિયાન દરેક શુભેચ્છકો તેમને મો મીઠું કરાવવા માટે પેડા અને ફૂલહાર લઈને તેમનું સ્વાગત (Pravin Mali Winner in Deesa) કરતા હોય છે. જેના કારણે વિધાનસભાના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ વચ્ચે એક સારો સંબંધ કેળવાય છે, પરંતુ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી વિજેતા બન્યા બાદ કંઈક અલગ વિચાર લાવ્યા છે. (MLA Pravin Mali in Deesa)

આ પણ વાંચોયાત્રાધામ અંબાજીમાં હવે એકસાથે 12 જ્યોતિલિંગના થશે દર્શન, રાજ્યપ્રધાનની જાહેરાત

ફૂલહાર નહી, નોટબુકથી શુભકામનાઓ ડીસામાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રવીણ માળી જંગી બહુમતીથી (Deesa assembly seat) વિજેતા બન્યા છે. ધારાસભ્ય બન્યા બાદ તેમના શુભચિંતકો ફુલહાર લઈને તેમના સ્વાગત માટે આવે છે. ત્યારે તેમણે સ્વાગત માટે આવતા લોકોને ફૂલહારને બદલે નોટબુકથીતેમનું સ્વાગત કરવાનો મેસેજ ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મેસેજ લોકો સુધી પહોંચતા છેલ્લા બે દિવસથી તેમના સ્વાગત માટે આવતા લોકો નોટબુક લઈને આવતા ધારાસભ્યની ઓફિસમાં નોટબુકનો ખડકલો થઈ ગયો છે. (wishers gave notebooks MLA)

આ પણ વાંચોMLA સંજય કોરડીયાએ લીધી લાઈબ્રેરીની મુલાકાત; વિદ્યાર્થીઓની મુશ્કેલીનું આવશે નિરાકરણ

નોટબુક ગરીબ બાળકોને મદદ માટે આ નોટબુક ગરીબ બાળકોને અભ્યાસ માટે અર્પણ કરવામાં આવશે. ફૂલહારમાં વેસ્ટ જતા પૈસાનો સદુપયોગ થાય અને ગરીબ બાળકોને પણ અભ્યાસમાં મદદ મળી રહે તે માટે ધારાસભ્ય લીધેલા આ નિર્ણયને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના સ્વાગત માટે આવતા લોકો તેમને ફૂલહારની જગ્યાએ નોટબુક આપી સ્વાગત કરી રહ્યા છે. (Pravin Mali Greetings visit)

ABOUT THE AUTHOR

...view details