બનાસકાંઠા:શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટને(Ambaji Temple Trust) આજે(શુક્રવારે) રૂપિયા 22.43 લાખની કિંમતનું સોના ચાંદીની ભેટ મળી છે. 527.800 ગ્રામ સોનુ અને 1110 ગ્રામ ચાંદીના જુના દાગીના આબુરોડના વિજય કુમાર ચોરાસીયાએ પોતાની બે બહેનો સાથે અંબાજી મંદિર આવ્યા હતા. આ જુના અને કિંમતી દાગીનાની ભેટ માતાજીના(Gift of ornaments to Ambe Mataji) ચરણોમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને આજે રૂપિયા 22.43 લાખની કિંમતનું જુના અને કિંમતી સોના ચાંદીની ભેટ માતાજીના ચરણોમાં અર્પણ કર્યા હતા.
બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી મંદિર દેવસ્થાને લાખોની કિંમતના સોના ચાંદીના દાગીના અર્પણ કરવામાં આવ્યા છે. આ પણ વાંચો:Donation of gold : મા અંબાને 5. 52 લાખની કિંમતનો સોનાનો મુગટ ભેટ કોણે કર્યો?
આ દાગીના તેમના પૂર્વજોના હતા - જે દાગીના જોતા ઉર્દુ ભાષામાં લખાણ(Text in Urdu on Jewelry) લખેલું પણ જોવા મળ્યું હતું. રૂપિયા 22.86 લાખનું સોનું અર્પણ કરવા આવેલા બે બહેનો તેમજ એક ભાઈએ આ સોનુ માતાજીને અર્પણ કર્યા બાદ મોટી રાહત અનુભવી હોય તેવું જોવા મળ્યું હતું. જો કે તેમની એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, આ દાગીના તેમના પૂર્વજોના હતા. સોના ચાંદીના દાગીના માં અંબાના ચરણોમાં ધરીને મોટી જવાબદારીમાંથી મુક્ત(Free from Big Responsibility) થયા હતા.
આ દાગીના તેમના પૂર્વજોના હતાઆ દાગીના તેમના પૂર્વજોના હતા આ પણ વાંચો:ગુજરાતનું 'ડોલર મંદિર' : આ રીતે વરદાયિની માતાનું મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર, એક ક્લિક પર જૂઓ અદભૂત નજારો...
માં અંબેના ચરણોમાં ધરીને મોટી જવાબદારીમાંથી મુક્ત થયા -પૂર્વજોની આવી કોઈ મિલકત હોય તો માતાજીને અર્પણ કરી દેવી જોઈએ. તેમને કોઈ સંતાન ન હતું, ત્યારે વર્ષોથી સંગ્રહી રાખેલા સોના ચાંદીના દાગીના માં અંબાના ચરણોમાં ધરીને મોટી જવાબદારીમાંથી મુક્ત થયા હોય તેમ જણાવ્યું હતું. આ સાથે અન્ય ભક્તોને પણ અપીલ કરી હતી કે, પૂર્વજોની આવી કોઈ મિલકત હોય તો માતાજીને અર્પણ કરી દેવી જોઈએ. કોઈ સંતાન ન હોય ત્યારે વર્ષોથી સંગ્રહી રાખેલા સોના ચાંદીના દાગીના માં અંબેના ચરણોમાં ધર્યા હતા.