બનાસકાંઠા : લાંબા સમયના વિરામ બાદ સમગ્ર દેશમાં લોકડાઉન 4 માં સરકાર દ્વારા વેપારીઓને છૂટછાટ આપી છે. તેમજ માર્કેટ ખુલતાની સાથે જ પાન ,મસાલા, ગુટખા, બીડી સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓની પણ ભારે અછત સર્જાઈ છે. જેનો લાભ લઇ કેટલાક વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાની ફરિયાદ મળતાં જ પાલનપુરમાં તોલમાપ વિભાગની ટીમ સક્રિય બની હતી.
પાલનપુરની બજારમાં તોલમાપ વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ - Palanpur
બનાસકાંઠામાં ગુરૂવારે પાલનપુરની બજારોમાં તોલમાપ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડતાં ગ્રાહકો સાથે છેતરપીંડી કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
![પાલનપુરની બજારમાં તોલમાપ વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ Palanpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7383263-698-7383263-1590668831322.jpg)
પાલનપુર
પાલનપુરની બજારમાં તોલમાપ વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ
જેમાં તોલમાપ વિભાગે અલગ-અલગ ત્રણ ટીમ બનાવી વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. પાન ,મસાલા ,ગુટકા બીડી તેમજ કરિયાણાની દુકાનો પર mrp કરતા વધારે કિંમત લેવામાં આવતા તેમજ વજન કરતા ઓછું આપતા વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તોલમાપ વિભાગના દરોડાથી વજનમાં ગફલો કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.