બનાસકાંઠાઃ જિલ્લાના મુખ્ય દાંતીવાડા ડેમના 4 ઇમરજન્સી હેડ રેગ્યુલેટર દરવાજા રીપેરીંગ કરવાના હોવાથી ડેમનું પાણી કેનાલ મારફતે ખાલી કરવામાં આવી રહ્યું છે અને આ કેનાલ મારફતે બનાસકાંઠાના 43 અને પાટણના 38 સહિત કુલ 81 તળાવો ભરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાશે - દાંતીવાડા ડેમ
બનાસકાંઠાના મુખ્ય દાંતીવાડા ડેમમાંથી બુધવારે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. ડેમના ગેટ રીપેરીંગ કરવાના હોવાથી ડેમનું પાણી કેનાલમાં છોડી પાટણ અને બનાસકાંઠાના 81 જેટલા તળાવો ભરવામાં આવશે.
દાંતીવાડા ડેમમાં હાલ 600 MCFT પાણી છે. જેમાંથી 350 MCFT પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં કેનાલ દ્વારા 200 ક્યુસેક પણ છોડી તળાવોમાં નાખવામાં આવી રહ્યું છે, તેમ છતાં જો વધુ જરૂર પડશે તો નદીમાં પણ વધારાનું પણ છોડવામાં આવશે .
ગેટ રીપેરીંગ કરવાનો હોવાથી ડેમનું પાણી તળાવોમાં છોડવામાં આવતાં આસપાસમાં આવેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 2015 અને 2017માં ભારે વરસાદના પગલે આવેલા પુરના કારણે આ ગેટ ડેમેજ થયો હતો. જેથી આ વખતે જો વધુ વરસાદ આવે તો દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી. જેના કારણે ડેમ રીપેરીંગનું કામકાજ શરૂ કરાયું છે.