બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષથી નહિવત વરસાદ પડવાના કારણે જિલ્લામાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં લોકો પાણી માટે તરસી રહ્યા છે ત્યારે રવિવારે વહેલી સવારે પાલનપુર હાઈવે પર જીસીબી દ્વારા રોડનું કામકાજ ચાલી રહ્યું હતું. તે દરમિયાન પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતા હજારો લિટર પાણી રોડ પર વેડફાયું હતું.
પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા બે વર્ષથી નહિવત વરસાદ પડવાના કારણે પાણી માટે મોટી સમસ્યા સર્જાઇ છે. ત્યારે રવિવારે વહેલી સવારે પાલનપુર હાઇવે પર પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતા હજારો લીટર પાણી રોડ પર વેડફાયું હતું.
સ્પોટ ફોટો
આ રીતે રોડ પર વહેતા પાણીથી લોકોમાં ભારે નારાજગી વ્યાપી હતી. મોડે મોડે નગરપાલિકાને જાણ કરવામાં આવતા નગરપાલિકા દ્વારા પીવાની પાઈપલાઈનનું વેડફાતું પાણી બંધ કરવામાં આવ્યું હતું. રોડ પર પાણી ભરાતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.