બનાસકાંઠાઃ ગ્રામ્ય વિસ્તારમાં કુલ-1234 ગામો પૈકી 1105 ગામોને જૂથ પાણી પુરવઠા યોજનાની વિવિધ ૧૮ યોજનાઓમાં આવરી લેવાયા છે. 694 ગામો જૂથ પાણી પુરવઠા યોજનામાંથી પાણી મેળવે છે. જયારે 512 ગામો સ્વતંત્ર પાણી પુરવઠા યોજનામાં આવરી લેવાયેલા છે. 19 ગામો હેન્ડ પમ્પ અને ટેન્કર આધારિત પાણી મેળવે છે. 9 ગામો મીનીપાઇલ આધારિત યોજનામાં આવરી લીધેલા છે. શહેરી વિસ્તારમાં કુલ-12 શહેરો પૈકી 9 શહેરોને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ અને 3 શહેરોનો સ્વતંત્ર પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લીધા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ- 6871 હેન્ડપંપ કાર્યરત છે અને હેન્ડપંપ રીપેરીંગ માટે 3 ટીમો કાર્યરત છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા સરહદી વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરાઈ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ, સૂઈગામ અને થરાદ તાલુકાના તમામ ગામોનો સમાવેશ બીકે-4 ફેઝ 2એ, 2બી અને 3એ એમ જુદી જુદી ત્રણ જુથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યો છે. વાવ, સૂઈગામ અને થરાદ તાલુકાના તમામ ગામોને નર્મદા મુખ્ય નહેરનું પાણી દેવપુરા તા.વાવ અને ભાપી તા.થરાદ ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે શુધ્ધ કરી પમ્પિંગ મારફતે પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવાની વ્યવસ્થા છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા સરહદી વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરાઈ હાલમાં વાવ, સૂઈગામ અને થરાદ તાલુકાના તમામ ગામોમાં પીવાનું પાણી નિયમિત તેમજ જરૂરિયાત મુજબ પાઇપલાઇન મારફત પુરૂ પાડવામાં આવે છે. જૂથ યોજનાનું પાણી પાઇપલાઇન મારફત ગામના ભૂગર્ભ સંપમાં પુરૂ પાડવામાં આવે છે અને ત્યાંથી ગ્રામ પંચાયત દ્વારા પમ્પીંગ કરી પાણી ઉંચી ટાંકીમાં ચઢાવી ગામમાં ઘરે ઘરે નળ કનેકશન દ્વારા વિતરણ કરવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા સરહદી વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરાઈ ગ્રામ પંચાયત સંચાલિત ભૂગર્ભ પંપની મશીનરીમાં ખામી સર્જાય ત્યારે ગામમાં પાણીનું વિતરણ ન થવાના સંજોગોમાં ગામના લોકો ગામના પંપમાંથી પાણી ભરી શકે છે. ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થાને પહોંચી વળવા રૂ.13.25 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો. ઉનાળાના સમયમાં જિલ્લામાં પીવાના પાણીની ઉભી થનાર આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે રૂ. 13.25 કરોડનો માસ્ટર પ્લાન બનાવીને આ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા સરહદી વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરાઈ સંભવિત પીવાના પાણીની તંગીને પહોંચી વળવા માટે અછત માસ્ટર પ્લા્નઃ-2020 અ.નં.કેટેગરી કરેલ આયોજન ગામ અંદાજીત કિંમત રૂ લાખમાં ૧ ઉંડા પાતાળ કુવા ૩5 ગામ 587.૦૦, 2 ટેંન્કર 123 ગામ 62 ટેંન્કર 227.00, 3 વ્યકિતગત રીજુવિનેશન 17 ગામ 66.00 4 જુથ યોજના સુધારણા 18 યોજના 445.00 કુલ-175 1325.૦૦ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16 પાતાળકુવા તથા 34 પમ્પીંગ મશીનરીના કામો મંજુર કરવામાં આવ્યા છે.