બનાસકાંઠા:જિલ્લાના પાલનપુર તાલુકાના ઢેલાણા ગામમાં તમામ ઘરોમાં પાણીના નળ હતા. પરંતુ અમુક ઊંચાણવાળા વિસ્તારોમાં જે ઘરો આવેલા હતા. ત્યાં પાણી પહોંચતું ન હતું તેનું મુખ્ય કારણ હતું કે અમુક ઘરોમાં મોટા નળ હતા અને પાણીનો ખૂબ દુરુપયોગ થતો હતો. પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થતો હતો. જેના કારણે ઊંચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી પહોંચતું ન હતું. પાણી ન આવવાને કારણે લોકોને મોટરો મૂકીને પાણી ખેંચવું પડતું હતું જેના કારણે લાઈટ બિલ પણ વધારે આવતું હતું અને સમય પણ બગડતો હતો.
Banaskantha News: બનાસકાંઠાના ઢેલાણા ગામમાં સૌપ્રથમવાર લગાવ્યા પાણીના મીટર - Banaskantha news
જિલ્લાના પાલનપુર તાલુકાના ઢેલાણા ગામમાં મોટાભાગના ઘરોમાં પાણી ન પહોંચતું ન હતુ. ત્યારે ગ્રામ પંચાયત અને વાસ્મો દ્વારા સંકલન કરીને ગામમાં તમામ ઘરોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. તેથી તમામ ઘરો સુધી પાણી પહોંચતુ થયું છે અને લાઈટનો વપરાશ પણ અટક્યો છે.
Published : Oct 16, 2023, 4:15 PM IST
ગ્રામ પંચાયત અને વાંસ્મોનો નિર્ણય: ઢેલાણા ગામમાં મોટાભાગના ઘરોમાં મોટા નળ અને પાણીનો ખૂબ બગાડ થતો હતો. તેના કારણે અનેક ઉંચાણવાળા વિસ્તારોમાં જે ઘરો હતા ત્યાં પાણી પહોચતું ન હતું. તેથી ગ્રામ પંચાયત અને વાસ્મોના સહયોગથી ગામમાં દરેક વિસ્તારમાં જૂની પાઇપ લાઇન કાઢી નાખીને તમામ નવી પાઇપલાઇન નાખી તમામ નવા કનેક્શનનો નાખી મીટર લગાવવામાં આવ્યા. જેથી તમામ ઘરોમાં પાણી પહોંચતું થયું છે અને પાણીનો બગાડ પણ અટક્યો છે. વીજળીનો વપરાશ અટક્યો છે અને પાંચ થી છ કલાક જે ગામ પંચાયતમાં પાણી પહોંચાડવા માટેની મોટર ચાલુ રાખવી પડતી હતી. તેમાં માત્ર બે કલાકમાં લોકોના ઘર સુધી પાણી પહોંચતી થયું છે.
ગામમાં પાણીના મીટર: આ બાબતે વાંસ્મોના અધિકારી કૃણાલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાલનપુર તાલુકાના ઢેલાણા ગામોમાં ઘરે ઘરે પાણી મોકલવા માટે આઠ થી છ કલાકનો સમય લાગતો હતો. ત્યારબાદ વાંસમો દ્વારા ઢેલાણા ગામના સરપંચ અને પાણી સમિતિની ટીમને સાબરકાંઠાના તખતગઢ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પાણીના મીટર લગાવવામાં આવ્યા હતા. જ્યાં જે પાણીનો બચત માટેનો જે કોન્સેપ્ટ હતો. તે બતાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ લોકોને તે પસંદ આવ્યું તેના આધારે આ ગામમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે.