ગુજરાત

gujarat

ETV Bharat / state

રૂ'પાણી' સરકારમાં પાણીનો પોકાર કરતું બનાસકાંઠા

બનાસકાંઠાના વાવ, સુઇગામ તાલુકાના રણને અડીને આવેલા છેવાડાના વિસ્તારના ગામોમાં પીવાના પાણીની બુંદ બુંદ માટે લોકો વલખાં મારી રહ્યા છે. ઉનાળામાં લોકો પાણી માટે પોકાર કરી રહ્યા છે.

બનાસકાંઠા
બનાસકાંઠા

By

Published : Jun 4, 2020, 6:46 PM IST

Updated : Jun 4, 2020, 10:47 PM IST

બનાસકાંઠાઃ દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ સરહદી વિસ્તારમાં પાણીની ભયંકર સમસ્યા સર્જાય છે. ચાલુ વર્ષે લોકડાઉન વચ્ચે નર્મદા નહેરનું પાણી બંધ થતાની સાથે જ સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે.

છેવાડાના વિસ્તારના ગામોમાં પીવાના પાણીની બુંદ બુંદ માટે લોકો વલખાં મારી રહ્યા છે

આ વર્ષે સરહદી વિસ્તારના લોકો પાણી માટે કિલોમીટર સુધી ચાલતા જવું પડે છે. ધોમધખતા તાપ વચ્ચે પણ નાના બાળકોથી માંડીને મોટા સૌ-કોઈ પાણીના ટેન્કર માટે રાહ જોઇને બેઠા હોય છે. સરહદી વિસ્તારમાં પીવાના પાણીનું ટેન્કર આવે છે, ત્યારે લોકોની લાંબી લાંબી લાઈનો લાગી જાય છે.

બનાસકાંઠામાં કોરોના કહેર વચ્ચે સરકાર તનતોડ મહેનત કરી રહી છે, ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં સરહદને સીમાડે આવેલા લોદ્રાણી ગામમાં પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. આ ધોમ ધખતા તાપમાં 40થી 45 ડીગ્રી તાપમાનમાં મહિલાઓ પીવાના પાણી માટે દોડાધામ કરી રહી છે. સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થતો જોવા મળી રહ્યો છે. જો કે, આ લોકોને સરકારના પરિપત્રનું પાલન તો કરવું છે, પણ તંત્રની ઘોર બેદરકારીથી લોકો મજબૂર છે.

લૂદ્રાણી અને રજોસન રણ કાંઠે આવેલા આ ગામ છે. ઉનાળાની ઋતુમાં કેટલાક ગામોમાં પીવાના પાણીના પ્રશ્નનો ઉભા થતા હોય છે. જો કે, અહીંના વિસ્તારમાં જમીનમાં પાણી ખારા છે. ગામમાં આવેલા વેકળામાં પાણી મળતા નથી. આ ગામમાં અંદાજે 1500ની વસ્તી છે. જ્યારે આ ગામ બે હજારથી વધારે પશુધન ધરાવે છે. જેથી આ ગામને પાઇપ લાઇન દ્વારા પાણી પૂરું પાડવા આવે તેવી આ ગામના લોકોની માંગ છે. હવે પાણી પુરવઠાના અધિકારીઓ જાગશે કે, લોદ્રાણીગામની પરિસ્થિતિ આવી જ રહેશે એ તો આવનારો સમય બતાવશે.

પીવાનું પાણી ભરતા ગામ લોકો

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના લોકો કોરોના વાઇરસની સાથે બેવડો માર સહન કરી રહ્યા છે. આ માહોલમાં પણ જીવના જોખમે પીવાના પાણી માટે વલખા મારતા લોકો નજરે પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો એ રણની કાંધી અડીને આવેલો છે.

દર વર્ષે અહીં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની કિલ્લતનો લોકોએ સામનો કરવો પડે છે, અને મોટાભાગે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતા લોકોએ પીવાના પાણી માટે મિલો દૂર સુધી ચાલીને જવુ પડતું હોય છે. ત્યારે આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસની સામે સમગ્ર દેશ જંગ ખેલી રહ્યો છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના લોકો કોરોના વાઇરસની સાથે સાથે પીવાના પાણી માટે પણ જંગ ખેલતા નજરે પડી રહ્યા છે.

વાવ તાલુકાના લોદ્રાણી ગામની વસ્તી આમ તો માત્ર 1200 જેટલી જ છે. આ ગામ ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલું ગામ છે. વળી રણ વિસ્તાર પાસે આવેલું હોવાથી અહીં દર વર્ષે ઉનાળામાં પાણીની ભારે અછત સર્જાય છે. સરકાર દ્વારા આ વિસ્તારને હરિયાળો બનાવવા માટે નર્મદા નહેર બનાવવામાં આવી છે, પરંતુ નર્મદા નહેરમાં પાણી બંધ થતાં જ આ વિસ્તારમાં પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે.

આ વર્ષે પણ છેલ્લા એક અઠવાડિયાથી વાવના લોદ્રાણી તેમજ આજુબાજુના અનેક ગામોમાં પીવાના પાણી માટે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. જીવનની મહત્વની જરૂરિયાત એવા પાણી માટે લોકોએ આજુબાજુ એક-બે કિલોમીટર સુધી ચાલીને પણ જવુ છે. વળી ઉનાળાની ધોમધખતી ગરમીમાં પણ બપોરના સમયે જ પાણી આવતું હોવાથી મહિલાઓ, બાળકો, પુરૂષો જે કોઈ ઘરમાં હોય તે તમામ લોકોએ પાણી ભરવા માટે પડાપડી કરતા હોય છે.

દુર દુર સુધી ચાલતા પાણી ભરવા મજબુર છે મહિલાઓ

અઠવાડિયા અગાઉ વાવ પાસે આવેલા લોદરાણી સહિત આસપાસના ગામોમાં પાણીની તીવ્ર અછત સર્જાતા સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી. જો કે, બાદમાં સરકારે પાણીનું ટેન્કર મોકલી લોદ્રાણી ગામના લોકોની સમસ્યા હલ કરી હતી, પરંતુ ત્યાર બાદ હવે સુઇગામ તાલુકાના રડોસણ ગામે પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. જો કે, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી પાણી પહોંચાડી દીધું હોવનું જણાવી રહ્યા છે.

પાણીની સમસ્યાના લીધે નથી જળવાતું સોશિયલ ડિસ્ટન્સીંગ

દર વર્ષે ઉનાળામાં સરહદી વિસ્તારના ગામડાઓની આવી જ સ્થિતિ સર્જાતી હોય છે. પીવાના પાણી માટે વર્ષોથી લોકો સ્થાનિક તંત્ર અને સરકારમાં રજૂઆત કરતા હોય છે, પરંતુ હજૂ સુધી પણ સરહદી વિસ્તારના ગામડાઓ સુધી પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતનો કાયમી ઉકેલ સરકાર કરી શકી નથી. જેના કારણે આજે પણ આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારતા નજરે પડે છે. આ વિસ્તારમાં પીવાના પાણીનો કાયમી ઉકેલ લાવવા ગામલોકો માંગ કરી રહ્યા છે.

પાણી માટે તરસતો હવાડો
Last Updated : Jun 4, 2020, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details