- બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક
- 2 વર્ષથી ખાલી પડેલા ડેમમાં નવા નીરની આવક
- ડેમમાં 5 હજાર ક્યૂસેક પાણીની આવક
- વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર
બનાસકાંઠાઃ જિલ્લામાં વરસાદની સિઝન મોડી શરૂ થઇ હતી. પરંતુ છેલ્લા બે દિવસથી બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે બનાસકાંઠામાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ જિલ્લાના ત્રણ જળાશયો ખાલીખમ હતા. ત્યારે ઉપરવાસમાં પાણીની આવક વધતાં લોકોમાં ખુશી વ્યાપી છે. જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં 4 હજાર ક્યૂસેક પાણીની આવક શરૂ થઇ ગઇ છે અને ડેમમાં પાણીની આવક વધતા સપાટી 554 ફૂટે પહોંચી છે. આ સમગ્ર વાતાવરણથી ડેમનો નજારો પણ રમણીય બન્યો છે, જેને જોવા માટે આજુબાજુના લોકો પણ ડેમ સાઈટ પર આવી રહ્યા છે. ડેમમાં પાણી વધતા આજુબાજુના વિસ્તારોમાં પણ પાણીના તળ ઊંચા આવતા ખેડૂતો મોટો ફાયદો થશે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં હાલ પાંચ હજાર ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ છે. જેના કારણે દાંતીવાડા જળાશયની જળ સપાટી 554ને પાર થઈ ગઈ છે. ત્યારે છેલ્લા બે વર્ષથી ખાલી રહેલો દાંતીવાડા ડેમ આ વર્ષે ભરાઈ જતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ દાંતીવાડા ડેમના આજુબાજુના અનેક ગામો કે જે સતત બે વર્ષથી પાણીની સમસ્યા હતી, તેને નિવારી શકાશે.