- ભાભર અને ડીસા નગરપાલિકાની ચૂંટણી
- ડીસામાં 92 હજાર અને ભાભરમાં 14 હજાર જેટલા મતદારો મતદાન કરશે
- સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનીટાઇઝરની તકેદારી રખાશે
બનાસકાંઠા : જિલ્લામાં આજે રવિવારે નગરપાલિકાની ચૂંટણી ડીસા, પાલનપુર અને ભાભર ખાતે યોજાઇ રહી છે. જેને લઇને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસામાં આજે 92 હજાર જેટલા મતદારો મતદાન કરશે. ડીસા નગરપાલિકાની વાત કરવામાં આવે તો પાંચ વર્ષના શાસનમાં ભાજપે શાસન કર્યું હતું.
ડીસા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે
આજે રવિવારના રોજ ડીસા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસનું સંક્રમણ વધે નહિ તે માટે પણ વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારોને માસ્ક અને સેનીટાઇઝર ફરજિયાત રખાવીને મતદાન મથક પર મતદાન કરવા મોકલવામાં આવી રહ્યા છે.