પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા યોજાયેલી કેન્ડલ માર્ચને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જાગૃતિ અભિયાનમાં વિવિધ પ્લે કાર્ડ સહિત બેનર લઈને 23 એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં મતદારો ફરજીયાત મતદાન કરે તે માટેના સૂત્રોચ્ચારો પણ કરાયા હતા. આ રેલી અંબાજીના મુખ્યમાર્ગો પર ફરીને અંબાજી મંદિરના શક્તિદ્વાર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.
અંબાજીમાં મતદાન જાગૃતિ માટે કેન્ડલ માર્ચ યોજાઇ - EDUCATION DEPARTMENT
અંબાજી: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મતદારોના સંપૂર્ણ મતદાન માટે વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે. એક એક મતદાર મતદાન કરે તે માટેના જાગૃતિ અભિયાન હેઠળ યાત્રાધામ અંબાજી ખાતે મોડી સાંજે શિક્ષણવિભાગ દ્વારા એક કેન્ડલમાર્ચ યોજાઈ હતી.
સ્પોટ ફોટો
અભિયાનના અંતે સિગ્નેચર કેમ્પેઈનીંગ યોજીને બેનર પર મતદારોએ મતદાન માટે સિગ્નેચર પણ કરી હતી.