- ડીસા અને પાલનપુરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો
- કોરોના વાયરસની ચેઈન તોડવા ડીસામાં 5 દિવસ તમામ ધંધા-રોજગાર બંધ
- વધતા જતા કોરોના વાયરસના કેસના કારણે ભયનો માહોલ
બનાસકાંઠા: જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે મોટાભાગના શહેરોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યા છે. ડીસા, પાલનપુર, ધાનેરા, દિયોદર, થરાદ સહિત તમામ શહેરોમાં શુક્રવારથી આગામી 5 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવામા આવ્યું છે. જેથી શુક્રવારે સવારથી તમામ ધંધા-રોજગારો બંધ રાખીને વેપારીઓ અને શહેરીજનોએ આ બંધને સમર્થન આપી રહ્યા છે.
બનાસકાંઠામાં વધતા જતા કોરોના કેસને લઈને 5 દિવસ માટે ડીસા સ્વયંભૂ બંધ બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો
સતત વધી રહેલા કોરોના કેસના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો પણ દર્દીઓથી ઊભરાઈ રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજના 200થી પણ વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ પણ સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઇને ચિંતામાં મૂકાયું છે અને તેને અટકાવવા માટે હાલ તમામ પ્રકારના પ્રયાસો શરૂ કર્યા છે. સતત વધતા જતા કોરોના વાયરસના કેસના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠામાં વધતા જતા કોરોના કેસને લઈને 5 દિવસ માટે ડીસા સ્વયંભૂ બંધ બનાસકાંઠામાં વધતા જતા કોરોના કેસને લઈને 5 દિવસ માટે ડીસા સ્વયંભૂ બંધ જિલ્લાના કેટલાક ગામોમાં અગાઉથી સ્વૈચ્છિક લોકડાઉન
વાયુવેગે વધી રહેલા કોરોના સંક્રમણના કારણે બનાસકાંઠા જીલ્લાની પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. દિવસેને દિવસે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે, તેને લઈને હાલમાં કેટલાક તાલુકાઓમાં સ્થાનિક લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી નેનાવા, ધાનેરા, પાલનપુર અને ડીસામાં વેપારીઓએ જાતે જ પોતાના ધંધા-રોજગાર બંધ કરીને લોકડાઉન જાહેર કર્યું છે. જેના કારણે જે પ્રમાણે સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, તેને અટકાવી શકાય.