બનાસકાંઠાઃ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ બાલારામ મહાદેવના મંદિરે રવિવારે અને સોમવારે દર્શનાર્થીઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોરોના સંક્રમણને વધતો અટકાવવા માટે બાલારામ મંદિર ટ્રસ્ટ સંચાલક મંડળે આ નીર્ણય લીધો છે.
બનાસકાંઠામાં આવેલા બાલારામ મહાદેવના મંદિરે રવિવારે અને સોમવારે દર્શનાર્થીઓ પર પ્રતિબંધ હિન્દૂ ધર્મના પવિત્ર ગણાતા શ્રાવણ માસમાં ભક્તો દ્વારા એક મહિના સુધી ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થઈ પૂજા-અર્ચના કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે તમામ શિવાલયોમાં પૂજારી દ્વારા જ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.
બનાસકાંઠામાં આવેલા બાલારામ મહાદેવના મંદિરે રવિવારે અને સોમવારે દર્શનાર્થીઓ પર પ્રતિબંધ જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે બીજી તરફ શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ શિવાલયોમાં પણ દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી રહી છે, જેથી બનાસકાંઠામાં સુપ્રસિદ્ધ બાલારામ મહાદેવના મંદિરે દર્શનાર્થીઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બાલારામ મંદિર ટ્રસ્ટ સંચાલક મંડળ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
મંદિરને અત્યાર સુધી માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ રાખી દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું, પરંતુ દિવસે ને દિવસે દર્શનાર્થીઓની ભીડ વધતા આખરે સંચાલક મંડળે આ નિર્ણય લેવો પડ્યો છે. આ સિવાય રવિવારે અને સોમવારે ખાસ મેળો ભરાતો હોય છે અને માત્ર બનાસકાંઠા જિલ્લા જ નહીં પરંતુ 200 -200 કિલોમીટર દૂરથી પણ લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે, જેના કારણે વધી રહેલા ટ્રાફિકને અટકાવવા અને કોરોના વાઇરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે આ નિર્ણય લેવાયો છે. બાલારામ મંદિર પાસેથી પસાર થતી નદીમાં દશામાની મૂર્તિઓ પધરાવવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.