બનાસકાંઠાઃ ડીસા ખાતે કાર્યરત ભારતીય જીવન વીમા નિગમની શાખા એલ.આઈ સી નિગમના જનરલ મેનેજર વિકાસ રાવ ડીસા શાખા ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો હેતુ ડીસા શાખાની પ્રસંશનીય કામગીરી હતી.
ભારત LICના જોનલ મેનેજર ડીસા શાખાનીની મુલાકાતે જે લોકો ઝોનલ લેવલે કામગીરી કરતા હોય તેવા કર્મચારીઓને બિરદાવવા તેમજ તેમનો ઉત્સાહ વધારવા માટે આવ્યા હતા. જેમની સાથે ગાંધીનગર ડિવિઝનના ડિવિઝનલ મેનેજર કે. આર બાલાસુબ્રમણ્યમ તથા માર્કેટિંગ મેનેજર મધુકર અસ્થાના પણ ઉપસ્થિત રહ્યા હતા.
જેમણે ડીસા શાખા એ જોનલ લેવલ સારી કામગીરી કરવા બદલ તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ કર્મચારીઓનો ડીસા શાખાના બ્રાન્ચ મેનેજર પુખરાજ ચૌહાણ તેમજ આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર મીના ભાઈએ આભાર માન્યો હતો.
ભારતીય વીમા નિગમએ છેલ્લા ઘણા વર્ષોથી સારી કામગીરી કરી રહી છે. આ કામગીરીના કારણે ભારતીય વીમા કંપનીના કરોડો ગ્રાહકોની સંખ્યા થઈ છે. વિવિધ પ્રકારની યોજનાઓ કારણે દેશમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે.
ભારતીય વીમા કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી જીવન લાભ, જીવન લક્ષ અને પેંશન યોજના થકી આજે મોટા ભાગના લોકો આ યોજનાથી જોડાઈ રહી છે, ત્યારે હજુ પણ લોકો ભારતીય વીમા કંપની જોડે જોડાઈ વીમા કંપનીના વધુમાં વધુ લાભ લે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું.