ગુજરાત

gujarat

ETV Bharat / state

Viral Gujarati Boy: જો તમે પોલીસ ભરતીની તૈયારી કરી કહ્યાં છો તો, આ બાળકનો વીડિયો તમારામાં ભરશે જુસ્સો - પરિવારમાં ખુશીની લાગણી

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડીયા ગામનો નિર્મલ દેસાઈ સોશિયલ મીડિયામાં વાયરલ (Nirmal Desai goes viral on social media) બન્યો છે. ગુજરાતમાં ચાલી રહેલી ભરતીઓ મામલે તેમણે બનાવેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તેની લોકશાહીમાં નોંધપાત્ર વધારો થયો છે.

બનાસકાંઠા: જાબડીયા ગામના નિર્મલ દેસાઈનો વિડીયો વાયરલ થતા ગુજરાતમાં ફેમસ થયો
બનાસકાંઠા: જાબડીયા ગામના નિર્મલ દેસાઈનો વિડીયો વાયરલ થતા ગુજરાતમાં ફેમસ થયો

By

Published : Nov 29, 2021, 9:08 AM IST

  • ગુજરાતમાં ચાલી રહેલી ભરતીઓ મામલે બનાવેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
  • વીડિયો વાયરલ થતા ગુજરાતમાં ફેમસ થયો
  • નાનાપણથી જ કિશોર બીમારીનો ભોગ બનેલો હતો

બનાસકાંઠા:સામાન્ય રીતે શારીરીક ખોટખાપણને કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યાં હોય છે, પરંતુ આવા લોકોમાં અંદર પડી રહેલી શક્તિ સામાન્ય લોકો કરતા કંઈક અલગ જ હોય છે. તેવો જ ડીસા તાલુકાના જાબડીયા ગામના 13 વર્ષીય નિર્મલ દેસાઈનું વામન સ્વરૂપ (viral gujarati boy) હોવા છતાં, આજે સોશિયલ મીડિયા ઉપર ધુમ મચાવી રહ્યો છે.

બનાસકાંઠા: જાબડીયા ગાViral Gujarati Boy: જો તમે પોલીસ ભરતીની તૈયારી કરી કહ્યાં છો તો, આ બાળકનો વીડિયો તમારામાં ભરશે જુસ્સોમના નિર્મલ દેસાઈનો વિડીયો વાયરલ થતા ગુજરાતમાં ફેમસ થયો

વામન સ્વરૂપને કારણે પરિવારના લોકો ચિંતિત

નિર્મલ દેસાઈના વામન સ્વરૂપને કારણે તેના પરિવારના લોકો ચિંતિત હતા, પરંતુ તલાટી તરીકે નોકરી કરતા તેના મામાએ તેની અંદર પડેલી આંતરિક શક્તિઓને ઓળખી તેના વીડિયો બનાવ્યા. છેલ્લા એક વર્ષથી રાજ્ય અને દેશમાં ચાલતા અલગ-અલગ મુદ્દાઓને લઈને જોષ અને ઝનુનથી ભરેલા તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા.

આ પણ વાંચો:આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ પાણી ભરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

LRDની ભરતીનો વીડિયો વાયરલ

જે બાદ આ કિશોરે સોશિયલ મીડિયામાં હાલમાં ચાલી રહેલી LRD ભરતીના વીડિયો સોશિયલ મીડિયામાં સૌથી વધુ વાયરલ (LRD recruitment video goes viral) થતાં નિર્મલ સોશિયલ મીડિયામાં સૌથી વધારે લોકપ્રિય બન્યો છે. ધોરણ સાતમાં અભ્યાસ કરતો આ કિશોરના વીડિયો હાલમાં વાયરલ થતા અનેક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. કોઈપણ ડાયલોગ માત્ર 10 મિનિટમાં જ આ કિશોર તૈયાર કરી દે છે તેવી તેનામાં અદ્ભુત શક્તિ રહેલી છે, જેના કારણે હાલમાં અલગ-અલગ પ્રકારે ચૂંટણી હોય કે પછી પોલીસ ભરતી તમામ પર કિશોર વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી રહ્યો છે, વીડિયો વાયરલ થતાં લોકો પણ આ કિશોરને વખાણી રહ્યાં છે.

પરિવારમાં ખુશીની લાગણી

નિર્મલ દેસાઈ અને તેના વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં લોકપ્રિય બની રહ્યા છે.LRD ભરતીગુજરાતનો સૌથી મોટો વિષય છે, તેને લગતા જોશ અને જનૂનથી ભરેલા તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પરિવારમાં પણ આનંદની લાગણી છવાઈ છે. પરિવારના લોકો નિર્મલ આ જ રીતે આગળ વધે અને ભગવાને ભલે તેને ઊંચાઈ ના આપી હોય પરંતુ તે જીવનની ઊંચાઈઓ સર કરે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો:જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા LRD અને PSIના ઉમેદવારો માટે કરાયું મોક ટેસ્ટનું આયોજન

ગુજરાતમાં વીડિયો વાયરલ થતા લોકપ્રિયતા વધી

આજનો યુગ એ સોશિયલ મીડિયાનો યુગ છે, આજે નાનાથી માંડી મોટા સૌ કોઈ લોકપ્રિય બનવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી રહ્યા છે પરંતુ ક્યારેક એવા વીડિયો આવી જતા હોય છે કે જેના થકી લોકોમાં અનેક ચર્ચાઓ થતી હોય છે. નિર્મલ આજે સોશિયલ મીડિયામાં સૌથી વધારે લોકપ્રિય બન્યો છે, જેના કારણે આગામી સમયમાં તેનું ભવિષ્ય ઉજળું બને તે માટે તેના પરિવારજનો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details