બનાસકાંઠાઃ જિલ્લાના ડુચકવાડા ગામે ખેડૂતોની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ખાતર મેળવવા માટે ડેપો આગળ ખેડૂતોનું 500થી વધુ ટોળું ભેગું થતાં આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક બાબત સામે આવી છે.
કોરોના સંક્રમિતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના દૃશ્યો કદાચ આ દૃશ્યો તંત્ર માટે મોટો ચિંતાનો વિષય છે. ડુચકવાડા ગામે ગુજકોમાસોલના ડેપો આગળ ખાતર મેળવવા માટે ખેડૂતોની મોટી કતાર લાગી ગઈ છે. અહીં 500થી પણ વધુ ખેડૂતો એકઠા થયા હતા.
દિયોદરના ડુચકવાડા ગામે ખેડૂતોની ખાતર માટે લાગી લાંબી લાઈન, તંત્ર માટે મોટો ચિંતાનો વિષય - Duchchawada village in Deodar taluka
બનાસકાંઠામાં દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના દૃશ્યો કદાચ આ દૃશ્યો તંત્ર માટે મોટો ચિંતાનો વિષય છે. ખાતર મેળવવા માટે ખેડૂતો મોટી કતારો લાગાવી ટોળે વળી રહ્યા છે. આરોગ્ય વિભાગ માટે આ બાબત ચિંતાજનક છે.
સ્થાનિક તંત્રની લાપરવાહીના કારણે સવારે 7 વાગ્યાના આવેલા ખેડૂતો કલાકો સુધી ખાતર મેળવવા માટે ટોળા વળી ઉભા રહ્યા હતા. સરકાર ગમે તેમ બૂમ બરાડા પાડે પણ આ ખેડૂતોને જાણે તેની કોઈ ખબર જ ન હોય તે રીતે ટોળું વળી ગયા છે.
કેટલાક ખેડૂતોના મો પર તો માસ્ક પણ નથી. સોશિયલ ડિસ્ટન્સ માટે એક મીટરનું અંતર રાખવાની વાત છે પણ અહીં ખેડૂતો વચ્ચે એક ઇંચનું પણ અંતર નથી. જો કે આ બાબત ધ્યાને આવતા જ દિયોદર પોલીસ ઘટના સ્થળે આવી હતી અને ટોળું વિખેર્યું હતું. મહત્વની વાત એ છે કે બનાસકાંઠામાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના તેનો કહેર વર્તાવી રહ્યો છે. ગઠામણ નાના ગામડામાં 1 કેસો નોંધાયો છે, ત્યારે અહીંની પરિસ્થિતિ આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની છે.