ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાની DNP આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા - નિયમોનું લોકો દ્વારા ઉલ્લંઘન

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો નોંધાય રહ્યો છે. ત્યારે, ફરી એકવાર ડીસા કોલેજમાં સંચાલક મંડળ જાણે કોરોના વાઇરસને ફરી એકવાર આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા. ડીસા કોલેજમાં સોમવારે વિદ્યાર્થીઓ અસાઈન્મેન્ટ આપવા માટે પહોંચ્યા હતા. ત્યાં, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક જગ્યાએ એકત્રિત થતા કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા.

ડીસાની DNP આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ડીસાની DNP આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

By

Published : Jun 15, 2021, 7:35 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની ત્રીજી લહેરને આમંત્રણ
  • અસાઈન્મેન્ટ જમા કરાવવા આવેલા વિદ્યાર્થીઓએ ભીડે ઉડાવ્યા ધજાગરા
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ડીસા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે

બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસની બીજી લહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આથી, બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. ખાસ કરીને વધતા જતા કોરોના વાઇરસના કેસના કારણે લોકોને સારવારનો અભાવ થયો હતો. જેના કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ લોકોએ એકત્રિત કરેલી ભીડના કારણે સંક્રમણ વધ્યું હતું અને તેના કારણે જ એક બાદ એક કોરોના વાઇરસના કેસ વધતા ગયા હતા. આ બાદ, જોતજોતામાં અનેક જિંદગીઓ મોતને ભેટી હતી.

ડીસાની DNP આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

આ પણ વાંચો:કોરોનાની પ્રથમ લહેરથી જ ભાવનગરની શાક માર્કેટમાં નિયમના ધજાગરા

લોકોની ગંભીર બેદરકારી

કોરોના વાઇરસની બીજી લહેર માંડ-માંડ થાળે પડી છે. ત્યારે, ફરી લોકો કોરોના વાઇરસની ત્રીજી લહેરને આમંત્રિત કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં લગ્ન પ્રસંગમાં અનેક લોકો સામે ફરિયાદ થઈ છે. હજુ તો બીજી લહેર માંડ-માંડ થાળે પડી છે. ત્યારે, બનાસકાંઠા જિલ્લાના લોકો કોરોના મહામારીની બેકાબુ બનેલી પરિસ્થિતિને ભૂલી ગયા હોય તેમ એક જ જગ્યાએ અનેક લોકોને ભેગા થઈ રહ્યા છે. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક લોકો એકત્રિત થયાની ફરિયાદો સામે આવી રહી છે. અગાઉ પર બનાસકાંઠા જિલ્લામાં લોકોએ કરેલી ભીડના કારણે ભયંકર પરિણામો ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે, ફરી એકવાર લોકો કોરોના વાઇરસની ત્રીજી લહેરને બનાસકાંઠા જિલ્લામાં આમંત્રિત કરતા હોય તેવા દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે.

ડીસાની DNP આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

આ પણ વાંચો:છૂટછાટ મળતા પ્રજા બેકાબૂ, રાજકોટની શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ડીસાની કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ડીસામાં કાર્યરત DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંચાલક મંડળ જાણે કોરોના વાયરસની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સોમવારે વહેલી સવારે ડીસા ખાતે કાર્યરત DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંચાલક મંડળ દ્વારા સેમ-6ના વિદ્યાર્થીઓને અસાઈન્મેન્ટ જમા કરાવવા માટે કોલેજમાં બોલાવ્યા હતા અને જોતજોતામાં એક જ જગ્યા પર 100થી પણ વધુ વિદ્યાર્થીઓ અસાઈન્મેન્ટ જમા કરાવવા માટે એકત્રિત થઈ ગયા હતા. આ બાબતે કોલેજના સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓ માટે કોરોના વાઇરસની કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના કારણે વિદ્યાર્થીઓ પણ જાણે કોરોના વાઇરસની મહામારીને ભૂલી ગયા હોય તેમ લાઈનોમાં ઉભા થઇ ગયા હતા. આ બાબતે જ્યારે ડીસા ખાતે કાર્યરત DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય રાજુ દેસાઈને જણાવતા તેઓએ પણ પોતાની ભૂલ કબૂલવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે, ખરેખર શાળા-કોલેજમાં જો આવનારા સમયમાં સંચાલક મંડળ દ્વારા ધ્યાન નહીં રાખવામાં આવે તો મોટી સંખ્યામાં કોરોના વાઇરસના કેસો ફરી એકવાર સામે આવી શકે તેમ છે.

ડીસાની DNP આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

પોલીસે કાર્યવાહી હાથ ધરી

ડીસા કોલેજમાં સોમવારે એક જ સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કોલેજમાં એકત્રિત થયા હતા. જે બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ બાબતે કોલેજના પ્રિન્સિપાલને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ રાખે તે માટે સૂચના આપવામાં આવ્યું હતું. પરંતુ, જે પ્રમાણે વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી છે તે પ્રમાણે કોલેજ સંચાલક મંડળ દ્વારા આવનારા સમયમાં જો વિદ્યાર્થીઓને કોરોના ગાઇડલાઇનનું પાલન નહીં કરવામાં આવે તો ફરી એકવાર કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details