બનાસકાંઠા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે (Vijay Rupani visits Ambaji Temple) અંબાજી પહોંચ્યા હતા. વિજય રૂપાણી પત્ની અંજલી રૂપાણી સાથે અંબાજી મંદિરે પહોંચતા સ્વાગત કરાયું હતું. બન્ને લોકોએ નિજ મંદિરમાં પૂજા અર્ચના કરી માં અંબાને શીશ ઝુકાવ્યું હતું. મંદિરના મુખ્ય પુજારી દ્વારા વિજય રૂપાણીને કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડી હતી. માતાજીનું શ્રી યંત્ર પણ ભેટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિજય રૂપાણીએ આગામી ચૂંટણી લડવા અંગે મહત્વનું (Assembly Election 2022) નિવદેન પણ આપ્યું હતું.
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંબાજી મંદિરેથી મહત્વનું આપ્યું નિવેદન આ પણ વાંચોVijay Rupani on Congress: કોંગ્રેસના 'અર્જૂન'ના પ્રહારનો જવાબ પૂર્વ CM વિજય રૂપાણીએ આ રીતે આપ્યો...
આગામી ચૂંટણી લડવા અંગે કર્યું નિવેદન ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન (Vijay Rupani statement) વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાર્ટી જે કહેશે તેમ કરીશ, જ્યાંથી લડાવશે ત્યાંથી લડીશ નાં પાડશે તો નહીં લડું. તેમજ ભારતીય જનતા પાર્ટી પુન: સક્રિય થાય તે માટે પ્રયત્ન કરશું. વિજય રૂપાણીએ મંદિરમાં દર્શન બાદ માતાજીની ગાદીએ પણ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત વિજય રૂપાણીએ ગતરાત્રિએ રાજસ્થાનમાં બનેલી અક્સમાતની ઘટના બાબતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી તેમજ હાલ તહેવારોની મૌસમ ચાલી રહી તેને લઈને પ્રવાસ પર નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોVijay Rupani visits Ambaji Temple: અંબાજીમાં વિજય રૂપાણી, ગાયિકા અનુરાધા પોડવાલ સહિતના મહાનુભાવોએ કર્યા દર્શન
રાજસ્થાનની ઘટના વિશે નિવેદન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, રાજસ્થાનમાં અક્સમાતમાં ભોગ બનનાર દાંતાના કુકડી ગામના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે માતાજીને પ્રાર્થના કરી. ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ બને તેવી માતાજીને પ્રાર્થના કરીએ. ઉલ્લેખનીય છે કે, એક તરફ તહેવારોની મૌસમમાં માતાજીના દર્શન કરવા નીકળ્યા હોય શકે તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ક્યાંકને ક્યાંક ચૂંટણીને ધ્યાને રાખીને પ્રવાસ પર નીકળી રહ્યા હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે શું ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર વિજય રુપાણીને સૌરાષ્ટ્રને ધ્યાને રાખીને ટિકિટ આપશે ? કે પછી આવનારો સમય જ બતાવશે. ત્યારે વિજય રુપાણીને ચૂંટણી લક્ષી ટીકીટનું ઈનામ કેવું રહેશે તે જોવું રહ્યું. Vijay Rupani visits Ambaji Temple, Gujarat Assembly Election 2022 Vijay Rupani statement regarding election, Vijay Rupani Seat, Election ticket of Vijay Rupani