બનાસકાંઠા: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા, જિલ્લા કલેક્ટર દ્રારા ડીસા અને પાલનપુરમાં બપોર 4 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનું જાહેરનામું પહેલા બહાર પાડવામાં આવ્યુ હતુ. તે જાહેરનામાની અવધિ આજે પૂર્ણ થતાં ફરી એકવાર કલેક્ટરે જાહેરનામું બહાર પાડી સાંજે 4 થી સવારના 7 વાગ્યા સુધી વેપાર-વાણિજ્ય બંધ રાખવા જણાવ્યુ છે.
કોરોના કેસને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે નવું જાહેરનામું બહાર પાડ્યું - Banaskantha District Collector issued
બનાસકાંઠા જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા જીલ્લા કલેક્ટરે પહેલાનું જાહેરનામું લંબાવી દિધું છે. જેમાં પાલનપુર અને ડીસા શહેરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતા, બન્ને શહેરોમાં સાંજે 4 થી સવારના 7 વાગ્યા સુધી જિલ્લા કલેકટરે વેપાર વાણિજ્ય પર પાબંધી મુકતાં લોકડાઉનની સ્થિતિ બની છે. જિલ્લા કલેક્ટર દ્વારા નવું જાહેરનામું બહાર પાડતા 10 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.
![કોરોના કેસને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે નવું જાહેરનામું બહાર પાડ્યું જિલ્લા કલેક્ટરે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8195872-965-8195872-1595869437644.jpg)
જિલ્લા કલેક્ટરે
જિલ્લા કલેક્ટરે 27 જુલાઈથી 10 ઓગસ્ટ સુધીનું જાહેરનામું અમલમાં મુક્યુ છે. જેમાં પાલનપુર અને ડીસા પાલિકાના સમગ્ર વિસ્તારોમાં તમામ શોપિંગ કોમ્પલેક્ષ, શાકમાર્કેટ, શાકભાજીનું વિતરણ, પાનમસાલાની દુકાનો, ચા-નાસ્તાની લારીઓ, તમામ વોક-વે, બાગ-બગીચા સવારના 7 થી બપોરના 4 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો આદેશ કર્યો છે, જવાના કારણે વધુ એકવાર 4 વાગ્યા પછી લોકડાઉન જેવી સ્થિતિ બની છે.