વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોનાને મ્હાત આપી
- બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોરોનાથી સ્વસ્થ થયા
- ગેનીબેન ઠાકોરનું કોરોનાથી સ્વસ્થ થતા પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું
- કોરોનાથી સ્વસ્થ થતા ગેનીબેનને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાંથી રજા અપાઈ
- કોંગ્રેસ મોવડી મંડળનો ગેનીબેને આભાર વ્યક્ત કર્યો
બનાસકાંઠાઃ જિલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોનાને માત આપી સ્વસ્થ થતા તેઓને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. કોરોના જેવા ગંભીર રોગને હરાવી ઘરે પરત ફરતા ગેનીબેન ઠાકોરનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું હતું.
વાવ તાલુકાના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોનાને આપી માત વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કહેરથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ બચી શક્યા નથી તેઓની 7 તારીખે તબિયત લથડતા અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં તપાસ કરાવતા કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતાં જ ગેનીબેન ગાંધીનગરની આસ્થા હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડમાં દાખલ થયા હતા. 4 દિવસ દરમિયાન સતત સારવાર હેઠળ રહ્યા બાદ શનિવારના રોજ ગેનીબેન ઠાકોરનો રિપોર્ટ નેગેટીવ આવતા અને સ્વસ્થ થઇ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. કોરોનાને માત આપી ઘરે પરત આવેલા ગેનીબેન ઠાકોરનું પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું, સાથેજ ગેનીબેન ઠાકોરે તેમના શુભચિંતક મતદાર ભાઈઓનો આભાર માન્યો હતો, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત કોંગ્રેસ મોવડી મંડળે સતત કાળજી લેતા તેઓનો પણ આભાર વ્યક્ત કરી લોકોને જાહેર કાર્યક્રમો અને મેળાવડાઓથી દૂર રહી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત પહેરવા માટેની સલાહ આપી હતી.