- વાવ તાલુકા અખંડ મેઘવાળ સમાજની વાડીમાં બંધારણ દિવસ ઊજવાયો
- અખંડ મેઘવાળ સમાજની વાડીમાં કાર્યક્રમ યોજાયો
- સમાજના તમામ લોકોએ બાબાસાહેબને યાદ કર્યા
વાવ તાલુકા અખંડ મેઘવાળ સમાજે બંધારણ દિવસ ઉજવી બાબાસાહેબને યાદ કર્યા - ઉજવણી
બંધારણ દિવસની 26 નવેમ્બરે ઊજવણી કરવામાં આવે છે. વાવમાં પણ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવ એકમ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં હાજર તમામ લોકોએ બાબાસાહેબ આંબેડકરને યાદ કર્યા હતા.
![વાવ તાલુકા અખંડ મેઘવાળ સમાજે બંધારણ દિવસ ઉજવી બાબાસાહેબને યાદ કર્યા વાવ તાલુકા અખંડ મેઘવાળ સમાજે બંધારણ દિવસ ઉજવી બાબાસાહેબને યાદ કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9682035-thumbnail-3x2-ujvani-gjc1009.jpg)
વાવઃ તાલુકામાં આવેલી અખંડ મેઘવાળ સમાજની વાડીમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના દલિત સંગઠન વાવ એકમ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારત દેશનું બંધારણ લખનારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ફોટા અને બંધારણના પુસ્તકને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમ જ અખંડ મેઘવાળ સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જોકે, આ પ્રસંગે અખંડ મેઘવાળ સમાજ ટસ્ટના પ્રમુખ ડોક્ટર અરૂણ આચાર્ય દ્વારા ડોકટર બાબાસાહેબ આંબેડકરે લખેલા બંધારણ વિશે સમાજસેવકોને માહિતી આપી હતી.