બનાસકાંઠા: સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારીમાં દરેક વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કર્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના રત્નકલાકારોએ રોજગારી માટે આવેદનપત્ર આપ્યું હતું.
લોકડાઉનની સૌથી વધુ અસર મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને થઈ છે. હીરા ઉદ્યોગની હાલત લોકડાઉનમાં વધારે કફોડી બની છે. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કારણે થયેલા લોકડાઉનમાં માંડ-માંડ ગુજરાન ચલાવતા રત્નકલાકારો પણ ભારે આર્થિક તંગીમાં સપડાયા છે. ત્યારે કોરોનાના કારણે બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઈગામના અંદાજે બે હજારથી પણ વધુ રત્નકલાકારો બેકાર બન્યા છે.