- અંબાજીમાં રસીકરણના બે સેન્ટર બંધ કરી ગુજરાતી શાળામાં એક રસીકરણ સેન્ટર બનાવી દેવાયું
- અંબાજીમાં પૂરતા પ્રમાણમાં રસી પહોંચતી ન હોવાની બુમરાડ
- રસીકરણ કરાવા માટે કરી રહેલા સતત પ્રયાસોને પગલે લોકોમાં પણ જાગૃતિ આવી
બનાસકાંઠા : કોરોના રસીકરણ (Corona vaccination) ને લઈને સરકાર સતર્ક બની છે. પ્રસિદ્ધ યાત્રાધામ (Famous pilgrimage) અંબાજીના વિસ્તાર માટે ત્રણ રસીકરણ સેન્ટર (vaccination centre) ઉભા કરવામાં આવ્યા હતા પણ પૂરતા પ્રમાણમાં રસીના વાયલ ન આવતા રસીકરણના બે સેન્ટર બંધ કરી અંબાજીની ગુજરાતી શાળામાં એક માત્ર રસીકરણ સેન્ટર (vaccination centre) બનાવી દેવામાં આવ્યું છે. હાલમાં જે રીતે કોરોનાની બીજી લહેર (the second wave of the coronavirus) માં કોરોનાના દર્દીઓનાં મોત નિપજ્યા છે. સરકાર દ્વારા પણ રસીકરણ (vaccination) કરાવા માટે કરી રહેલા સતત પ્રયાસોને કારણે લોકોમાં પણ જાગૃતિ આવી છે. સાથે જ અંબાજીમાં પૂરતા પ્રમાણમાં રસી પહોંચતી ન હોવાની બુમરાડ પણ ઉઠી છે.
આ પણ વાંચો : Corona Vaccination Campaign: નવસારીમાં વેક્સિનની અછત સર્જાતા રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ