ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં બિનવારસી બાળકી માટે ચાઈલ્ડ વેલ્ફેર અધિકારી અને આયા વચ્ચે જંગ - latest news of banaskatha

ડીસાઃ તાલુકામાંથી એક મહિનાની બિનવારસી બાળકીને લઈ અધિકારીઓ અને આયા વચ્ચે જંગ જામી છે. મહિના અગાઉ ડીસા રેલવે સ્ટેશન પાસેથી બાળકી મળી હતી. જેને જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીએ સારવાર હેઠળ ખાનગી ચિલ્ડ્રન હૉસ્પટલમાં ખસેડી હતી, ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ ચાઈલ્ડ વેલ્ફેર અધિકારીને કરી હતી. પરંતુ, અધિકારીઓએ કોઈ પણ જાતની તપાસ કર્યા વિના મદદ કરનાર  ભરતભાઈ વિરૂદ્ધ જ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેનો બાળકીની સંભાળ રાખનાર મહિલાએ વિરોધ નોંધાવ્યો છે.

ડીસા

By

Published : Nov 17, 2019, 7:39 PM IST

મહિના અગાઉ ડીસા રેલવે સ્ટેશન પરથી બિનવારસી બાળકી મળી હતી. આ ઘટનાની જાણ જીવદયા પ્રેમી જયેશભાઈ કોઠારીને થતાં તેઓ બાળકીની મદદ પહોંચ્યાં હતાં. તે સમયે બાળકીની તબિયત નાજુક હતી એટલે તેને સારવાર માટે ખાનગી ચિલ્ડ્રન હૉસ્પટલ ખાતે ખસેડી હતી, ત્યારબાદ તેમણે આ સમગ્ર ઘટનાની જાણ ડીસા ચાઈલ્ડ વેલ્ફેર અધિકારીને કરી હતી. બાળકીની હાલત વધુ ગંભીર થઈ રહી હતી. જેથી અધિકારીઓએ બાળકીની સારસંભાળની જવાબદારી પૂજા બહેન નામની મહિલાને શરતોને આઘિન લેખિત મંજૂરી સાથે સોંપી હતી.

ડીસામાં બિનવારસી બાળકી માટે ચાઈલ્ડ વેલ્ફેર અધિકારી અને આયા વચ્ચે જંગ

બાળકીની હાલતમાં સુધાર થતાં તેની જવાબદારી ચાઈલ્ડ વેલ્ફેર અધિકારીને સોંપવાની હતી. તે અઠવાડિયામાં અધિકારીઓએ કોઈ પણ જાતની તપાસ કર્યા વિના બાળકીને બચાવનાર જયેશ કોઠારી વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેની સામે બાળકીની સંભાળ લેનાર પૂજા બહેને વિરોધ નોંધાવ્યો છે. સાથે જયેશભાઈ અને બાળકીને યોગ્ય ન્યાય અપાવવાની માગ કરી છે.

આમ, પોલીસનો સહારો લઈ બાળકીનો કબ્જો મેળવનાર અધિકારીઓ અને બાળકીની સંભાળ રાખનાર મહિલા વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. જેના પગલે બાળકીને મેળવવા માટેની ફરિયાદ ડીસા પોલીસ સ્ટેશનથી હાઈકોર્ટ સુધી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details