ઉલ્લેખનીય છે કે, મોડી રાત સુધી વેપારીઓ ઉંધીયામાં નખાતી શાકભાજી તૈયાર કરી હતી ને વહેલી સવારે ઊંધિયું બનાવી વેચાણ માટે મુક્યુ હતુ. જો એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે, શિયાળામાં થતા શાકભાજી એકત્ર કરી ને ઉંધીયુ બનાવતા હોય છે. અંબાજીમાં ઊંધિયાનું 200 રૂપિયે કિલો વેચાણ થતું હતુ, પણ આ વખતે વેપારીઓની ખેંચતાણમાં ગ્રાહકોને ચોક્કસ ફાયદો થયો છે. જે ઉંધીયુ 100થી 150 રૂપિયા કિલો વેચાતુ હતું.
ઉતરાયણના દિવસે લોકોએ માણી જલેબી, ફાફડા અને ઊંધિયાની મોજ - અંબાજી ન્યૂઝ
અંબાજી: આજે ઉતરાયણ છે અને આજના દિવસે લોકો પતંગ ચગાવવાની સાથે જલેબી, ફાફડા અને ઊંધિયું ખાવાની મોજ માણે છે, પણ હાલના સમયની મોંઘવારીમાં વધેલાં શાકભાજીના ભાવોનાં પગલે ઉંધીયુ થોડુ કડવુ બન્યું છે.
ઉતરાયણના દિવસે લોકોએ માણી જલેબી, ફાફડા અને ઉંધીયાની મોજ
જો કે મોંઘવારીમાં આજના આ ભાવમાં ગ્રાહકોની માત્ર સેવા કરી હોવાનું જણાવ્યું હતું. જો કે આજે એક દિવસમાં પાંચ હજાર કિલો જેટલુ ઊંધિયાનું વેચાણ થયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. એટલુ જ નહીં ઊંધિયાની સાથે લોકો ફાફડાને જલેબીની પણ જ્યાફત માણતા હોય છે. જેને લઈ વેપારીઓ એડવાન્સમાં તૈયારીઓ કરતા હોય છે.