ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન બાદ ફરી એકવાર યુનિવર્સિટીની પરીક્ષાને પગલે કોલેજો વિદ્યાર્થીઓથી ગુંજી - Ambaji News

કોરોના વાઇરસ મહામારીને લીધે છેલ્લા 10 મહિનાથી પણ વધુ સમયથી શાળા-કોલેજો બંધ કરવામાં આવી છે. માત્ર ઓનલાઇન પરીક્ષાઓ જ યોજાઇ રહી છે, ત્યારે લોકડાઉન બાદ અંબાજીમાં યુનિવર્સિટીની પરીક્ષાને પગલે કોલેજમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ જોવા મળી હતી.

Banaskantha News
લોકડાઉન બાદ ફરી એકવાર યુનિવર્સિટીની પરીક્ષાને પગલે કોલેજો વિદ્યાર્થીઓથી ગુંજી

By

Published : Dec 29, 2020, 7:59 AM IST

  • લોકડાઉન બાદ કોલેજમાં ફરી ધમધમાટ
  • ઓનલાઈન પરીક્ષા રદ્દ કરી ઓફ લાઈન પરીક્ષાનો પ્રારંભ
  • ઉ.ગુ.હેમ.યુનિ.ના નિયમો અનુસાર પરીક્ષા શરુ

અંબાજીઃ સામાન્ય રીતે પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઇન લેવાની હોવાનું પરિપત્ર ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, પણ વિદ્યાર્થીઓ વચ્ચેની વિસંગતા દૂર કરવા યુનિવર્સિટી દ્વારા નવેસરથી પરિપત્ર જાહેર કરી પરીક્ષા ઓફલાઇન લેવાનું નક્કી કર્યું હતું. જેને લઈ અંબાજીની કોમર્સ કોલેજમાં બી.કોમના સેમ 5 ની પરીક્ષા ઓફ લાઇન લેવાની શરૂ કરવામાં આવી હતી. પરીક્ષા પૂર્વે યુનિવર્સિટી તેમજ સરકારની ગાઈડ લાઇન પ્રમાણે પરીક્ષા ખંડને સંપૂર્ણ સેનેટાઈઝ કરીને તેમજ પરીક્ષાર્થીઓને પણ સેનેટાઇઝ કરી, ટેમ્પરેચર માપી, માસ્ક સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો.

લોકડાઉન બાદ ફરી એકવાર યુનિવર્સિટીની પરીક્ષાને પગલે કોલેજો વિદ્યાર્થીઓથી ગુંજી

પરીક્ષા ખંડમાં સોશ્યિલ ડિસ્ટન્સ સાથે બેઠા પરીક્ષાર્થીઓ

પરીક્ષા ખંડમાં પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે એક ખંડમાં માત્ર 20 વિધાર્થીઓ પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરાઈ હતી. અંબાજીમાં ઓફલાઇન પરીક્ષાના પ્રથમ દિવસે એક માત્ર વિદ્યાર્થીની ગેરહજરી સાથે પૂર્ણ સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

કોલેજો રાબેતા મુજબ શરૂ થાય તેવા સંકેતો

હવે કોરોના મહામારીનું જોર ઘટતા ટૂંક સમયમાં કોલેજો રાબેતા મુજબ શરૂ થાય તેવા સંકેતો પણ કોલેજના પ્રિન્સિપાલે આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details