ગુજરાત

gujarat

By

Published : Aug 6, 2020, 7:40 PM IST

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠા જિલ્લામાં બુધવારે મોડી સાંજથી અનેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રીક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી લોકો બફારાનો સામનો કરી રહ્યા હતા, ત્યારે વરસાદ થતા લોકોને ગરમીથી મહદઅંશે રાહત મળી છે.

Universal rain
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ

  • સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
  • ધાનેરામાં ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
  • ડીસા, વાવ, સુઇગામ અને થરાદ પંથકમાં છૂટો છવાયો વરસાદ

બનાસકાંઠાઃ જિલ્લામાં બુધવારે મોડી સાંજથી અનેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સાર્વત્રીક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

છેલ્લા ઘણા સમયથી વરસાદ નહીવત પડતા ખેડૂતો અને લોકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતોમાં વાવેતર કરેલા પાકને લઈ ચિંતા જોવા મળી રહી હતી, તેમજ જિલ્લાના જીવાદોરી સમાન ત્રણ જળાશયો પણ વરસાદની અછતના કારણે કોરાધાકોર પડ્યા હોવાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. જો કે જિલ્લામાં બુધવારે મોડી સાંજથી શરૂ થયેલા વરસાદના કારણે હાલ ખેડૂતોને પોતાના પાકને લઈ ચિંતા દૂર થઇ છે, ત્યારે હજુ પણ જિલ્લાવાસીઓ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

જિલ્લામાં બુધવારે મોડી સાંજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા એક મહિનાથી લોકો વરસાદની ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ગુરુવારે પણ દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારાનો અનુભવ કર્યા બાદ મોડી સાંજે ભારે વાવાઝોડા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો.

જિલ્લામાં ધાનેરા દિયોદર લાખણીમાં સારો વરસાદ વરસ્યો હતો. જ્યારે ડીસા, વાવ, સુઇગામ અને થરાદ પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વરસાદ ન થવાને કારણે અનેક વિસ્તારોમાં પાકને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી હતી. જો કે આજે વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું હતું. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ધાનેરામાં ભારે વરસાદી ઝાપટું પડતાં મુખ્ય માર્ગો સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. બે ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જોકે વરસાદ થતા એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેથી લોકોને ગરમીથી રાહત મળી હતી.

ABOUT THE AUTHOR

...view details