- બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
- આખોલ ગામની મહિલા સ્વર્ગસ્થ પતિની ઇચ્છા પૂરી કરવા મેદાનમાં
- ગ્રામજનોના પણ આપી રહ્યા છે સાથ-સહકાર
બનાસકાંઠા:જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ આજથી કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા પણ ગ્રામ પંચાયતની ચુંટણીને (akhol grampanchayat election2021) લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ ઉમેદવારો અને ગ્રામીણ વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પોતાના પસંદગીના ઉમેદવારને વિજયી બનાવવા માટે અત્યારથી જ મતદારો મેદાનમાં આવી ગયા છે.
ગ્રામજનોએ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા
બનાસ નદીના કિનારે આવેલા ડીસા તાલુકાના આખોલ ગામમાં અંદાજિત 4000 જેટલા મતદારો છે. આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આખોલ ગામમાં પણ મહા સંગ્રામ સર્જાવાનો છે. ગ્રામજનોએ સરપંચ તરીકે એક વિધવા મહિલાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે કારણકે આ ગામના જ સામાજિક કાર્યકર વિજુભા પરમારનું અવસાન થયું છે. વિજુભાએ ગામમાં તમામ સમાજના લોકોના કાર્યો કર્યા છે અને તેમની ઇચ્છા હતી કે તેમના પરિવારમાંથી કોઇ સરપંચ બને, પરંતુ તેમનું અવસાન થતાં હવે ગ્રામજનોએ તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે તેમની વિધવા પત્ની કમળાબેન પરમારને સરપંચ બનાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
પતિની અધૂરી ઈચ્છ પૂર્ણ કરવા મહિલા ઉમેદવાર મેદાનમાં