- બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારીમાં ડોક્ટરોની અનોખી સેવા
- કોરોના મહામારી દિયોદરમાં મહિલા કમ્યુનિટી હેલ્થ ઓફિસરની અનોખી સેવા
- બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે એકતાનું પ્રતીક
બનાસકાંઠા: હાલમાં સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસની બીજી લહેર અતિ ભયંકર સાબિત થઈ રહી છે.જે પ્રમાણે કોરોના વાયરસના બીજા રાઉન્ડમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને લઈ ભારતભરની પરિસ્થિતિ હાલમાં બેકાબૂ બની છે તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે ડોક્ટરો પણ છેલ્લા 2 મહિનાથી દર્દીઓને બચાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે.
જિલ્લામાં પરિસ્થતિ ખરાબ
બનાસકાંઠા જિલ્લામાં પણ સતત વધતા જતા કોરોનાવાઇરસના કેસના કારણે હાલમાં તમામ હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે જેના કારણે જ્યાં પણ જગ્યા મળી રહી છે ત્યાં કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પણ પરિસ્થિતિ બેકાબૂ બની છે. આવા સમયે ગ્રામીણ વિસ્તારમાં ડોક્ટરો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી એવા અનેક ડોક્ટરો છે કે જેઓ તેમના પરિવાર શું કરી રહે છે અને કેવી પરિસ્થિતિમાં છે એ પણ જાણી શક્યા નથી.
કોરોના મહામારી દિયોદરમાં મહિલા કમ્યુનિટી હેલ્થ ઓફિસરની અનોખી સેવા
દિયોદર ખાતે રહેતી ફરહીન સાચોરા વર્તમાન સમય કોટડા ગામે કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે સેવા આપે છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જ્યાં કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે સેવા આપતા ફરહીન સાચોરાને દિયોદર કોવિડ કેર સેન્ટરમાં ફરજ પર મુકવામાં આવ્યા છે. વર્તમાન સમય મુસ્લિમ ધર્મમાં રમઝાન મહિનો ચાલી રહો છે જેમાં ફરહીન સાચોરા પણ રોઝા રાખી એક પોતાનો ધર્મ નિભાવી રહ્યા છે અને સાથે કોવિડ 19 કેર હોસ્પિટલમાં પોતાની સેવા પણ આપી રહ્યા છે.