- સમગ્ર વિશ્વમાં જંગલોના વિનાશથી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો
- યુવક દ્વારા 12 વર્ષથી કબૂતરોની સેવા કરવામાં આવે છે
- વિદેશી કબૂતરોનો પણ અનોખો શોખ
બનાસકાંઠા: દરેક યુવાનો આજે પોતાના અલગ-અલગ શોખ દર્શાવતા હોય છે, મોટાભાગના યુવાનો આજે પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને કારણે આજે દેશનું નામ રોશન કરી રહ્યા છે. દરેક યુવાનો પાસે કંઈક અદ્ભૂત શક્તિઓ રહેલી હોય છે અને જેના કારણે તેઓ દેશનું નામ રોશન કરી રહ્યા છે. મોટા મોટા શહેરોમાં આજે યુવાનો પોતાના શોખ પુરા કરવા માટે મોટા પ્રમાણમાં પૈસાનો વ્યક્ત કરતાં હોય છે, પરંતુ આજે પણ એવા કેટલા યુવાનો છે કે જેમને પોતાનામાં રહેલી અદભુત શક્તિઓના આધારે આજે વિવિધ ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી રહ્યા છે.
સમગ્ર વિશ્વમાં જંગલોના વિનાશથી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો
સતત વધતા જતા ઉદ્યોગોના કારણે મોટાભાગના જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, આજે લોકો પૈસા કમાવાની લ્હાયમાં રોજેરોજ મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે. જેના કારણે પક્ષીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, આજે ભારત દેશમાં પણ મોટાભાગના પક્ષીઓ લુપ્ત થતા જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે હાલમાં ભારત દેશમાં સતત જંગલોમાં રહેલા વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તેના કારણે અત્યાર સુધી અનેક પશુ-પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થતી જોવા મળી રહી છે અનેક સંસ્થાઓ દ્વારા આજે લુપ્ત થતી જતી પશુ પક્ષીઓને બચાવવા માટે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યાં છે. મોટાભાગના પક્ષીઓ જેવા કે હાલમાં સૌથી વધુ લોકોને કલરવ કરતી ચકલી હાલમાં ઓછી સંખ્યામાં જોવા મળી રહી છે. સતત જંગલોના વિનાશથી અનેક પશુ પક્ષીઓના રહેઠાણ ન રહેતા તેમની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:હૃદય દ્રાવક ઘટનાઃ પાકિસ્તાનથી કચ્છ આવેલા 'ગુલાબી ધોમડો' પક્ષીઓના 25 હજાર ઈંડા પર બુલડોઝર ફેરવાયું
ડીસાના યુવાનનો 12 વર્ષથી અનોખો શોખ
આજે યુવાનો પક્ષી પ્રેમ તરફ વળી રહ્યા છે, ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં રહેતા વિશાલ ઠાકોર નામના યુવકનો અનોખો શોખ જોવા મળી રહ્યો છે. આ યુવકમાં છેલ્લા 12 વર્ષથી કબૂતર પ્રત્યે પ્રેમ અને લાગણી જોવા મળી રહી છે. બાર વર્ષના સમયગાળા દરમિયાન આ યુવકે અત્યાર સુધી સૌથી પણ વધુ કબુતર પાળી અને તેની સેવા ચાકરી કરી રહ્યો છે. જે યુવકોને પોતાના માટે સમય નથી હોતો ત્યારે આ યુવક કબૂતરોને પોતાનો સમય આપી રહ્યો છે. આ યુવક અને તેનો આખો પરિવાર રોજ કબુતરની સેવા ચાકરી માટે દિવસભર તેમની પાસે રહે છે. કબૂતર અને આ યુવકએ રીતે રહે છે કે જાણે પરિવારના સભ્યો એક ઘરમાં રહેતા હોય. બાર વર્ષથી આ યુવકમાં કબૂતર પ્રત્યે પ્રેમ ભાવના જોવા મળી રહી છે.