- ડીસામાં અપક્ષ ઉમેદવારનો અનોખો પ્રચાર
- ધંધા-રોજગાર બગાડી ચૂંટણી પ્રચાર કરવો તે યોગ્ય બાબત નથી:સાદિકભાઈ
- સાદિકભાઈને મળી રહ્યું છે લોકોનું સારું સમર્થન
બનાસકાંઠા:આમ તો સામાન્ય રીતે ભાજપ હોય કે કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં વધુને વધુ ટોળા એકઠા કરતા હોય છે, પરંતુ તેની સામે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નગરપાલિકાની ચૂંટણીમાં એક ઉમેદવાર એવા પણ છે કે જેઓ તમામ સગા- સંબંધીઓને આ ચૂંટણી પ્રચારથી દૂર રાખી માત્ર પોતે એકલા જ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ડીસાના પૂર્વ નગરસેવક અને અત્યારે વોર્ડ નંબર-11માં અપક્ષમાંથી ચૂંટણી લડી રહેલા સાદીકભાઈ શેખ સાદીકભાઈ ગયા વખતે પણ તેમના વોર્ડમાંથી સૌથી વધુ મત મેળવી વિજેતા બન્યા હતા. સાદીકભાઈ આમ તો સેવાભાવી વ્યક્તિ છે અને આ વિસ્તારમાં કોઈ પણ ગરીબ, કે જરૂરીયાત મંદ વ્યક્તિ એવી નહિ હોય કે જેમને સાદીકભાઈ એ મદદ ન કરી હોય અને એટલા માટે જ લોકો તેમને સર્વ સંમતિથી દર વખતે ચૂંટણીમાં ઉભા રાખે છે. આ વખતે પણ આમ તો સાદીકભાઈની ઈચ્છા ન હોતી પરંતુ તેમ છતાં લોકોની માંગણીને ધ્યાને રાખી તેઓ ફરીથી અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
સગા-સંબંધીઓને ચૂંટણીપ્રચારથી રાખે છે દૂર