બનાસકાંઠા: અમીરગઢના કાળીમાટી ગામ નજીક 20 બેરલ કેમિકલ ફેંકી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ કેમિકલની બાજુમાંથી અજાણતા પસાર થતા એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અમીરગઢના કાળીમાટી ગામ નજીક 20 બેરલ કેમિકલ ફેંકી અજાણ્યા શખ્સો ફરાર - Stranger flee after throwing 20 barrels of chemical
બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે કાળીમાટી ગામ નજીક અજાણ્યા શખ્સો કેમિકલ ફેંકી ફરાર થઈ ગયા હતા. આ કેમિકલ એટલું ભયંકર હતું કે એક વ્યક્તિને તેની અસર થતાં સારવાર અર્થે તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમીરગઢ
અજાણ્યા શખ્સોએ કેમિકલ ફેંક્યા હોવાના સમાચાર મળતા જ અમીરગઢ સર્કલ અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જાહેર માર્ગ પર જ આ રીતે 20 બેરલ જેટલું કેમિકલ ફેંકાવાના કારણે લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભુ થયું છે. આ ઘટનાની સ્થાનિક અધિકારીએ જાણ કરતા અમીરગઢ મામલતદારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.