દેશના લોકો ઊર્જાના મહત્વને સમજતા થાય અને ઊર્જાના વ્યયને અટકાવે તે માટે દર વર્ષે 1લી જૂનથી 7મી જૂન સુધી વીજ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વીજ સપ્તાહની ઉજવણીનો હેતુ લોકોને વીજળીના મહત્વને સમજાવવા ઉપરાંત વીજળીના લીધે થતાં અકસ્માતોને અટકાવવા લોકોને વીજળીના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત કરવાનો છે.
વીજ સપ્તાહની ઉજવણી અંતર્ગત UGVCLની યોજાઇ રેલી - Gujarati News
બનાલકાંઠાઃ બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સપ્તાહની ઉજવણી અંતર્ગત લોકોમાં વીજળી અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વીજ સપ્તાહની ઉજવણી અંતર્ગત યુ.જી.વી.સી.એલ.ની રેલી યોજાઇ
ત્યારે આજે ડીસાની ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી દ્વારા આજે ડીસા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને વીજળીના ઉપયોગ વિષે લોકોને સમજણ આપવામાં આવી હતી.