ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદ સાચોર હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના મોત, 1ની હાલત ગંભીર - અકસ્માત

બનાસકાંઠાના સરહદી થરાદ સાચોર હાઈવે પર નટ પરિવારને અકસ્માત નડ્યો હતો. સાચોરથી થરાદ તરફ આવી રહેલી કાર અચાનક ઝાડ સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

અકસ્માત
અકસ્માત

By

Published : Mar 23, 2021, 11:08 PM IST

  • ગાડી રોડની બાજુમાં આવેલા ઝાડને અથડાતા 2 યુવકના મોત, એક ગંભીર
  • 108ને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવી
  • અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે થરાદ સાંચોર હાઇવે પર કાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. થરાદ તાલુકાના વજેગઢ ગામે રહેતો નટ પરિવાર પોતાની કારમાં સાચોરથી થરાદ તરફ આવી રહ્યો હતો, તે સમયે કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર વૃક્ષ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.

થરાદ સાચોર હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના મોત, 1ની હાલત ગંભીર

ગાડી રોડની બાજુમાં આવેલા વૃક્ષ સાથે અથડાતા બે યુવકના ઘટનાસ્થળે મોત એક ગંભીર

બનાસકાંઠાના થરાદ સાચોર હાઇવે પર અકસ્માત સર્જાતા બે યુવકના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે થરાદ સાચોર હાઇવે પર સાચોરથી થરાદ હાઇવે પર પુર જડપે આવી રહેલી કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ધડાકાભેર વૃક્ષ સાથે ટકરાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે કારમાં સવાર કાકા-ભત્રીજાને ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવને પગલે આજુબાજુના લોકો 108 એમ્બ્યુલન્સ વાન અને થરાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકોની યાદી

  • આકાશ હરખાભાઈ નટ(ઉમર વર્ષ - 23)
  • કિશન કાંતિભાઈ નટ (ઉમર વર્ષ - 21)

ઇજાગ્રસ્તોની યાદી

  • રાહુલ નટ

ABOUT THE AUTHOR

...view details