બનાસકાંઠાઃ જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ ગમખ્વાર અકસ્માતો સર્જાયા હતા. જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે મૃત્યું થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
લોકડાઉન હોવા છતાં પણ અકસ્માતો થઇ રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતોમાં બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર સવારે ઓવરટેક કરવા જતા ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં સર્જાયા બે ગમખ્વાર અકસ્માત, 2ના મોત - Banaskantha Accident News
બનાસકાંઠા જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ ગમખ્વાર અકસ્માતો સર્જાયા હતા. જેમા બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. લોકડાઉન હોવા છતાં પણ અકસ્માતો થઇ રહ્યા છે. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં સર્જાયા બે ગમખ્વાર અકસ્માત, 2 ના મોત
જેમાં ટ્રકની નીચે ચાલક દબાઈ જતાં તેનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે વાવ સુઈગામ હાઈવે પર પણ મોડી સાંજે બે ટ્રેલર સામ સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમાં પણ એક ટ્રકચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની મૃતદેહને PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.