ગુજરાત

gujarat

ETV Bharat / state

દિયોદરમાં તસ્કરો બેફામ: ઘરફોડના બે બનાવ, ઘટના CCTVમાં કેદ - દિયોદર ન્યૂઝ

બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યોં છે. તસ્કરો એક પછી એક તાલુકાને નિશાન બનાવી મોટી ઘરફોડ ચોરી કરી રહ્યાં છે. દિયોદરમાં એક જ દિવસમાં બે મોટી ચોરી થઇ હતી. ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

theft
દિયોદર

By

Published : Feb 6, 2020, 9:23 PM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં એક પછી એક મોટી ઘરફોડ ચોરીઓ થઈ રહી છે. તસ્કરોને જાણે પોલીસનો સહેજ પણ ડર ના હોય તેમ એક પછી એક મોટી ચોરીઓ કરી રહ્યાં છે.

દિયોદરમાં એક જ દિવસમાં બે ઘરફોડનો બનાવ, ચોર CCTVમાં કેદ

ચોરી કરનાર તસ્કરો સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં ભગવાનના મંદિરને ટાર્ગેટ બનાવી ચોરી કરી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં એક જ રાત્રીમાં બે મોટી ચોરી કરતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિયોદર તાલુકા ધનકવાડા ગામે આવેલ જૈન મંદિરને નિશાન બનાવી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. મંદિરમાં રહેલા સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ સવાર જૈન મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને થતા તેમને તાત્કાલિક દિયોદર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિયોદરમાં તસ્કરો બેફામ: બે ઘરફોડનો બનાવ, ચોર CCTVમાં કેદ

ધનકવાડા ગામની બાજુમાં આવેલ ઓઢા ગામમાં આ ચોરોએ પ્રવેશ કર્યો હતો અને ગામમાં આવેલ ગોગામહારાજનું મંદિર અને જોગણી માતાના મંદિરને નિશાન બનાવી લાખો રૂપિયા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ગોગામહરાજના મંદિરમાં લગાવેલ CCTV કેમેરામાં ચોરો કદે થયા હતા. જેથી દિયોદર પોલીસે હાલ cctv ફુટેજના આધારે આ ચોરોને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details