ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના છાપીમાં વરસાદી પાણીના વ્હોળામાં ડૂબી જવાથી બે કિશોરોના મોત

બનાસકાંઠામાં અગાઉ પડેલા સાત ઈંચ જેટલા વરસાદને કારણે છાપી પાસે આવેલા વ્હોળામાં પાણી ભરાયું હતું. છાપીથી કોટડી જવાના રસ્તા પર પુર્વ દિશાએ મોટો ખાડો હોવાથી આ વરસાદી પાણીનો સંગ્રહ થયો હતો. જ્યાં છાપી વિસ્તારના બે કિશોરો (Adolescents) બકરાં ચરાવતા હતા. તે દરમિયાન બકરૂ પાણીમાં પડી જવાથી બે કિશોરો બકરાને બચાવવા પાણીમાં કુદી પડ્યા હતા. જેથી બન્ને ડૂબી જતાં તેમના મોત નિપજ્યા હતા.

Gujarat News
Gujarat News

By

Published : Jun 27, 2021, 10:11 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
  • અનેક તાલુકાઓમાં ભારે વરસાદથી નુકસાન
  • છાતી પાસે વરસાદી પાણીના વ્હોળામાં ડૂબી જતાં બે યુવાનોના મોત

બનાસકાંઠા : જિલ્લામાં પ્રથમ તબક્કામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જિલ્લામાં ભારે વરસાદ (Heavy rain)ને કારણે છાપીમાં બે કિશોરોનું પાણીમાં ડૂબી જવાની ઘટના (The phenomenon of drowning) બની હતી. વરસાદી પાણીના વ્હોળા (A torrent of rainwater)માં ડૂબી જતા પોતાના બકરાને બચાવવા જતા બન્ને કિશોરો (Adolescents) પણ ડૂબ્યાં હતા. જેમાં બન્ને કિશોરો (Adolescents) મૃત્યુ પામ્યા હતા.

છાપીમાં વરસાદી પાણીના વ્હોળામાં ડૂબી જવાથી બે કિશોરોના મોત

આ પણ વાંચો : વિસનગરના ભાલક ગામે તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોત

પશુઓને વરસાદી પાણીમાં બચાવવા જતાં બન્ને યુવાનોના મોત

વડગામ તાલુકામાં હમણાં જ પડેલા ભારે વરસાદ (Heavy rain)ને કારણે છાપી કોટડી વિસ્તારમાંથી પ્રસાર થતો વ્હોળો (A torrent of rainwater) બન્ને કાંઠે ભયજનક સપાટીએ વહેતો થયો હતો. જોકે વરસાદે વિરામ લેતા આ પાણી ધરતીમાં સમાઈ ગયું હતું, પરંતુ છાપીથી કોટડી જવાના રસ્તા પર પુર્વ દિશાએ મોટો ખાડો હોવાથી આ વરસાદી પાણીનો સંગ્રહ થયો હતો. જ્યાં છાપી વિસ્તારના બકરા ચરાવવા આવેલા બે કિશોર બકરાં ચરાવતા હતા. તે દરમિયાન બકરૂં પાણીમાં પડી જવાથી બે કિશોરોએ બકરાને બચાવવા પાણીમાં કુદી પડ્યા હતા. જેની અંદર ફસાઈ જવાના કારણે બન્ને યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જે વાત ગામમાં વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ સ્થાનિક લોકોની મદદથી આ બન્ને યુવકોની ભારે જહેમત બાદ પાણી અંદરથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

છાપીમાં વરસાદી પાણીના વ્હોળામાં ડૂબી જવાથી બે કિશોરોના મોત

આ પણ વાંચો : અરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત

સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ

આ યુવકો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે દિશામાં પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. જે તપાસ કરતા બન્ને કિશોર જ્યોતિનગર છાપીના વતની હોવાનું માલુમ પડ્યું હતું. હાલમાં વરસાદી મોસમ (Rainy season) હોવાના કારણે મોટાભાગે અને જગ્યા ઉપર મોટા ખાડાઓ છે. આવા સમયે ઊંડા પાણીમાં ન ઉતરવા માટે પણ સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

છાપીમાં વરસાદી પાણીના વ્હોળામાં ડૂબી જવાથી બે કિશોરોના મોત

ABOUT THE AUTHOR

...view details