ગુજરાત

gujarat

ધાનેરાની બજારમાંથી લોકોના ખિસ્સા કાપી પૈસા પડાવતા બે શખ્સો ઝડપાયા

By

Published : Apr 5, 2021, 9:38 PM IST

બનાસકાંઠાના ધાનેરામાં 5 એપ્રિલના રોજ બપોરના સમયે બે ખિસ્સા કાતરૂઓને લોકોએ રંગેહાથ ઝડપી પાડયા હતા. દિન દહાડે લોકોના ખિસ્સામાંથી પૈસા પડાવતા બે શખ્સોને ઝડપી લોકોએ પોલીસના હવાલે કર્યા છે.

ધાનેરામાં ચોરીઓની ઘટનામાં વધારો
ધાનેરામાં ચોરીઓની ઘટનામાં વધારો

  • ધાનેરામાં ચોરીઓની ઘટનામાં વધારો
  • ધાનેરાની બજારમાં બે ખિસ્સા કાતરું ઝડપાયા
  • સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. સતત બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ મહિનાથી એક બાદ એક ચોરીઓની મોટી-મોટી ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ધાનેરામાં છેલ્લા ચાર મહિનામાં અનેક ઘટનાઓ સામે આવી છે. સતત વધતી જતી ચોરીઓના કારણે લોકોમાં પણ ભય જોવા મળી રહે છે. ધાનેરામાં ચોર ટોળકીને જાણે પોલીસની કંઇ પણ બીક ના હોય તેમ એક બાદ એક દુકાનો અને મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે.

સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

આ પણ વાંચો:વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટીમાંથી ચોરી, તસ્કરો ફરાર

બન્ને શખ્સોને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો

5 એપ્રિલે ધાનેરામાં બપોરના સમયે લોકોના ખિસ્સામાંથી પૈસા ખંખેરતા 2 શખ્સોને લોકોએ ઝડપી અને પોલીસના હવાલે કર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ધાનેરાની મુખ્ય બજારમાં સનરાઈઝ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી મરચાંની દુકાનમાં અજાણ્યા બે શખ્સો ખરીદી માટે આવ્યા હતા અને ગ્રાહકોની ભીડમાં આ શખ્સોએ લોકોના ખિસ્સામાંથી પોતાના જાબાજ દિમાગનો ઉપયોગ કરી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ લોકો તેમની આ કરતૂત જોઈ જતા લોકોએ તેમનો પીછો કર્યો હતો અને અન્ય લોકોના ખિસ્સામાંથી પૈસા પડાવવા જતા બન્ને શખ્સોને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો હતો.

આ પણ વાંચો:હિંમતનગરના જ્વેલર્સમાં ચોરી, સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ

બન્ને યુવકોને પોલીસ હવાલે કરાયા

ધાનેરાની ભર બજારમાં બે અજાણ્યા શખ્સો દ્વારા લોકોના ખિસ્સામાંથી પૈસા પડવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક ધોરણે આ બન્ને યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બન્ને યુવકોને ઝડપવાની સાથે જ લોકોએ બરાબરનો મેથીપાક ચડ્યો હતો અને આ બન્ને યુવકોની જાણ ધાનેરા પોલીસને કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતા સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ બન્ને ખિસ્સા કાતરુંઓને લોકોએ પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે આ બન્ને શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details