ગુજરાત

gujarat

ETV Bharat / state

વડગામના નગાણામાં પ્રેમીપંખીડાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - crime news

વડગામ તાલુકાના નગાણા ગામની સીમમાં ઝાડ ઉપર સાડી વડે યુવક-યુવતી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા સરપંચે ઘટના અંગેની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનું પંચનામું કરી બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા.

Banaskantha
Banaskantha

By

Published : Feb 5, 2021, 11:35 AM IST

  • યુવક યુવતીનો સાડી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા મચી ચકચાર
  • પ્રેમમાં નિષફળ જતાં બન્નેએ આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન
  • ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

બનાસકાંઠા : જિલ્લામાં આત્મહત્યા, હત્યા, બળાત્કાર જેવાં અનેક ગુનાકીય બનાવોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ત્યારે વધુ એક આત્મહત્યાનો બનાવ વડગામ તાલુકાનાં નગાણા ગામેથી સામે આવ્યો છે. જ્યાં ગામની સીમમાંથી યુવક-યુવતીનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતક યુવક ડીસા નજીકના ગામનો હોવાનું પ્રાથમિક અનુમાન

ઘટનાની જાણ ગ્રામજનોને થતા લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી માહિતી મુજબ, બન્નેને પ્રેમમાં નિષફળતા મળતા આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન પ્રકાશમાં આવી રહ્યું છે.યુવક ડીસા નજીકના કોઈ ગામનો હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, આ બન્ને યુવક યુવતી કોણ છે,અને આત્મહત્યા પાછળનું સાચું કારણ શું છે આ તમામ બાબતો અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details