અમીરગઢ તાલુકાના ડુંગરપુરા પાસે નહેરમાંથી બે વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં લાશ મળી - banaskantha latest news
બનાસકાંઠા: રાજસ્થાનના આબુરોડ તાલુકામાં નીચલાગઢ ગામના કાળુભાઈ સાંકળારામજી તાઈવર બે દિવસ અગાઉ પોતાના ઘરેથી કામે જવાનું કહી નીકળ્યા બાદ લાપતા થયા હતા. ત્યારબાદ પરિવાર દ્વારા કાળુભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જે પછી બીજા દિવસે અમીરગઢ તાલુકાના ડુંગરપુરા ગામ પાસેથી પસાર થતી નહેરમાંથી બે વ્યક્તિઓની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આજુબાજુના લોકોએ તેની જાણ અમીરગઢ પોલીસ મથકે કરી હતી.
અમીરગઢ
યુવક કાળુભાઇને અમીરગઢ તાલુકાના ખુણીયા ગામે રહેતી તેજકીબેન દિતાભાઈ ગવાર સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો અને તેને લેવા માટે તે ગયો હતો. આ સમગ્ર ઘટના પાછળ મૃતકના ભાઈએ તેજકીબેનના સગાસંબંધીઓ પર હત્યાનો આક્ષેપ મુક્યો છે. હાલ અમીરગઢ પોલીસે તમામ લોકોના નિવેદન લીધા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખરેખર આ બંને યુવક-યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.