- ધાનેરા પાસે અકસ્માતમાં બાઈક સવારનું મોત
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
- ધાનેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે
બનાસકાંઠા : જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો રોજેરોજ સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દિવસે-દિવસે જે પ્રમાણે અકસ્માતો વધી રહ્યા છે. તેમાં, મોટા પ્રમાણે બાઈક સવારોના અકસ્માતો વધુ જોવા મળી રહ્યા છે. રોજેરોજ સર્જાતા નાના-મોટા અકસ્માતોમાં અનેક લોકોના મોત પણ નિપજ્યા છે. પોલીસ દ્વારા વારંવાર સુરક્ષિત વાહન ચલાવવા માટે ઝૂંબેશ કરવામાં આવતી હોવા છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ધાનેરા પાસે સર્જાયો અકસ્માતમાં બાઈક સવારનું મોત
ધાનેરા પાસે આવેલા ફતેપુરા અને સોતવાડા માર્ગ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા આ બે બાઇકની સામસામે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાઈક ચાલક યુવક રોડ પર પટકાયો હતો. જે ઇજાગ્રસ્ત યુવક પાછળ આવી રહેલી આઈસર ટ્રક નીચે કચડાઇ જતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ધાનેરા પાસે બે બાઈક ચાલકનું સામસામે ટકરાતા સર્જાયો અકસ્માત ધાનેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી
ઘટનાસ્થળે આજુબાજુના લોકો, ધાનેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જ્યારે બંન્ને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે અને મૃતકની મૃતદેહ PM માટે લઇ જઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં આશાસ્પદ યુવક અને UGVCLના કર્મચારી દિપક પંચાલના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.