ગુજરાત

gujarat

ETV Bharat / state

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પશુઓની હરાજી ન થતા પશુપાલકો પરેશાન - Auction of cattle

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અણધડ વહીવટના કારણે મંગળવારના રોજ મોટી સંખ્યામાં ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો હતો. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મંગળવારે સંવર્ધન કરેલા પશુઓની હરાજી રાખવામાં આવી હતી. જે હરાજી આકસ્મિક બંધ રહેતા દૂર દૂરથી આવેલા ખેડૂતોને ધરમ ધક્કો ખાવો પડ્યો છે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી

By

Published : Dec 29, 2020, 9:51 PM IST

Updated : Dec 29, 2020, 10:46 PM IST

  • દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અણધડ વહીવટના કારણે અસંખ્ય ખેડૂતો પરેશાન
  • યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સંવર્ધન કરેલા પશુઓની હરાજી ન થતા ખેડૂતો પરેશાન
  • ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો

બનાસકાંઠા: જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવી હતી કે, સંવર્ધન કરેલા સારી ઓલાદના પશુઓની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે હરાજી રાખવામાં આવી છે. જે હરાજીમાં સહભાગી બનવા માટે અને સંવર્ધન કરેલા પશુઓને ખરીદવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી આવ્યા હતા. કડકડતી ઠંડીમાં વહેલી સવારથી આવેલા ખેડૂતો એકાએક જાહેર હરાજી બંધ રહેતા મુશ્કેલીમાં મૂકાયા હતા અને શા માટે આ હરાજી બંધ રખાઈ છે તે પૂછવા જતા યુનિવર્સિટી દ્વારા અગમ્ય કારણોસર આ હરાજી બંધ રખાઈ છે, તેમ ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી

દૂર દૂરથી આવેલા ખેડૂતોમાં નારાજગી

દાંતીવાડા યુનિવર્સિટી ખાતે દર વર્ષે પશુઓની હરાજી કરવામાં આવે છે અને જેનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. જેની જાહેરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ગુજરાતભરના ખેડૂતોને કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો આ હરાજીમાં હજાર રહ્યા હતા. દૂર દૂરથી આવેલા ખેડૂતોને આકસ્મિક હરાજી બંધ રહેતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી

ભ્રષ્ટાચારના કારણે હરાજી બંધ રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

ખેડૂતોએ સત્તાધારી અધિકારીઓની મીલીભગત અને યુનિવર્સિટીની ભ્રષ્ટાચારના કારણે હરાજી બંધ રહી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. દૂર દૂરથી સંવર્ધન કરેલા પશુ ખરીદવા આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. સવાલ એ છે કે, હરાજી બંધ રહેતા ખેડૂતોનો ખર્ચ આખરે કોણ ચૂકવશે? ખેડૂતો આ મામલે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સામે આક્રોશ ઠાલવ્યો હતો.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પશુઓની હરાજી ન થતા પશુપાલકો પરેશાન
Last Updated : Dec 29, 2020, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details