બનાસકાંઠાઃ જિલ્લામાં લૉકડાઉનને પગલે ડીસામાં સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને ખાનગી કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એમ્બ્યુલન્સ વાહન પલટી ખાઈ જતાં એમ્બ્યુલન્સમાં સવાર ચાલક સહિત ચારને ઇજા થતાં સારવાર માટે ડીસા સિવલ ખસેડાયા હતા.
ડીસામાં સર્જાયો ત્રીપલ અકસ્માત, 3 લોકો ગંભીર - ડીસા ન્યૂઝ
સમગ્ર દેશમાં કોરોનાનો સંકટ યથાવત છે, ત્યારે ડીસામાં ગાર્ડન સર્કલ નજીક ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
બનાસકાંઠામાં જિલ્લામાં લૉકડાઉન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડીસાના બગીચા સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વાત કરીએ તો ડીસા સિવિલ હોસ્પિટલમાંથી દર્દીને વધુ સારવાર માટે પાલનપુર ખાતે ડીસા સિવિલની એમ્બ્યુલન્સ વાહનમાં દર્દી સહિત દર્દીના સગા ત્રણ લોકો બગીચા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ડીસા જલારામ મંદિર તરફથી પૂર ઝડપે આવી રહેલી બલેનો કાર ધડાકાભેર એમ્બ્યુલન્સને અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ વાહન બગીચા સર્કલ પાસે પલટી ખાતા એમ્બ્યુલન્સ ચાલક સહિત ચારને ગંભીર ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખસેડાયા હતા. આ અકસ્માતને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ વાહનમાં આગ ન લાગે તેના ભાગ રૂપે ફાયર ફાઈટર પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.